દારૂની ગાડી પકડવા બુલેટ પાછળ દોડાવ્યું, આખલો આડો ઉતરતા GRD જવાનનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 14:19:53
  • Views : 892
  • Modified Date : 2020-03-13 14:19:53

ઉનાના દેલવાડામાં આખલા સાથે બુલેટ ગાડી અથડાઇ હતી. આથી GRD જવાન કમલેશ વાઢેર ફંગોળાઇને રોડ પર પટકાયો હતો. ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક ઉનામાં રહેતો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જવાન દારૂની ગાડી પકડવા બુલેટ લઇને પાછળ ગયો હતો. ગાડી સ્પીડમાં હોય આખલો અચાનક જ આડો ઉતર્યો હતો અને જવાન ફંગોળાયો હતો. અકસ્માતમાં કમલેશની સાથે આખલાનું પણ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં બુલેટ ગાડી સળગીને ખાખ થઇ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. દારૂની ગાડી પણ પૂરપાટ ઝડપે દોડી રહી હતી.

Download Our B K News Today App



Related News