ભારત સરકારની મોટી જાહેરાત: ડોમેસ્ટિક ફ્લાઈટમાં RTPCR ટેસ્ટની જરૂર નથી, ગુજરાતીઓને આપી મોટી ખુશખબર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 14:12:07
  • Views : 217
  • Modified Date : 2022-04-19 14:12:07

 

 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મોટી જાહેરાત

ગુજરાતીઓ માટે આપી મોટી ખુશખબર

ડોમેસ્ટિક ફ્લાઈટમાં આરટીપીઆર ટેસ્ટ જરૂર નથી

 

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડને પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને વિશ્વાસ છે કે, આવનારા દિવસોમાં આપણે આ રેકોર્ડને બનાવી રાખીશું.

 

સિંધિયાએ આપી જાણકારી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આગળ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય અવરજવર માટે અમે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે નિયમ તૈયાર કર્યા છે અને વેબસાઈટ પર પોસ્ટ કરવામાં અથવા તો, રસીકરણ સર્ટિફિકેટ અપલોડ કરવા અથવા મુસાફરીથી 72 કલાક પહેલાનો એક આરટીપીસીઆર ટેસ્ટ અપલોડ કરવામાં આવે.

ઘરેલૂ ફ્લાઈટ માટે કહી આ વાત

તેમણે કહ્યું કે, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે હવે  RTPCR ની જરૂર નથી. પણ કેટલાય રાજ્યોમાં તેમની વિચાર પ્રક્રિયા અનુસાર અમુક છે, જે તેમને લાગે કે, કેસો વધારો છે, અને સાવધાની રાખવી જોઈએ, તો તેમને આવું કરવાનો અધિકાર છે. 

ગુજરાત માટે ખુશખબર

તો વળી સરકારની માલિકીવાળી વિમાન કંપની અલાયંસ એરે કેન્દ્ર સરકારની ક્ષેત્રિય સંપર્ક યોજના ઉડાન અંતર્ગત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી હવાઈ સેવા શરૂ કરી હતી. સિંધિયાએ કહ્યું કે, એરલાઈન આ વર્ષે ગ્રીષ્મકાલિન કાર્યક્રમ અનુસાર, અમદાવાદને ત્રણ શહેર, અમૃતસર, આગરા અને રાંચિથી જોડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર અને રાજકોટને મુંબઈથી જોડવામાં આવ્યું છે. આજે નવા માર્ગ પરિવહન શરૂ કરવા ઉપરાંત કેશોદથી અમદાવાદને પણ જોડવામા આવ્યું છે.

 

 

Download Our B K News Today App



Related News