પાટણના છિડિયા દરવાજાની જાળવણી હવે નગરપાલિકા કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:51:53
  • Views : 393
  • Modified Date : 2019-05-15 12:51:53

 ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા છિડિયા દરવાજાની જવાબદારી પાલિકાને આપી પરંતુ પાલિકા અસમર્થપાટણ શહેરમાં આવેલા ઐતિહાસિક દરવાજાઓ પૈકી છિડિયા દરવાજાનાં રીનોવેશનનું કામ રાજ્ય સરકારના ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયા બાદ હવે આ દરવાજાની દેખભાળ નગરપાલિકાએ કરવાની થશે. કેમકે ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા આ દરવાજો હેન્ડઓવર કરવા નગરપાલિકાને સૂચિત કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.ગુજરાત પ્રવાસન નિગમના ઝોનલ એન્જીનિયર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને છિંડીયા દરવાજાની દેખભાળ સંભાળી લેવા પત્ર કરાયો છે. તેમાં જણાવ્યા મુજબ પ્રવાસન નિગમ દ્વારા ડેવલોપમેન્ટ ઓફ ટુરિસ્ટ ફેસિલિટી એન્ડ રિસ્ટોરેશન ઓફ ફોટવોલ એટ છિડિયા ગેટ પ્રોજેક્ટ અંતર્ગત રીનોવેશન કામગીરી પૂર્ણ થઇ છે. ત્યારે તેને ચલાવવા અને નિભાવવાની કામગીરી હવે પાલિકા કક્ષાએથી કરવામાં આવશે. આ દરવાજો નગરપાલિકાને સુપ્રત કરવા સમય અને તારીખ તાત્કાલિક ધોરણે નક્કી કરી આપવા તેમજ હેન્ડ ઓવર માટે સંબંધિત અધિકારીને નિયુક્ત કરવા પણ સૂચિત કરાયું છે.



Download Our B K News Today App



Related News