કેટલાંક પત્રકારો ગૌશાળાને પણ છોડતા નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 14:57:17
  • Views : 841
  • Modified Date : 2020-02-05 14:57:17

કેટલાંક પત્રકારો ગૌશાળાને પણ છોડતા નથી ડીસા

બનાસકાંઠાના પત્રકારો બ્લેકમેઈલના મુદ્દે અવારનવાર પોલીસના ચોપડે કે અખબારોના પાને ચમકતા હોય છે. ભૂતકાળમાં સદારામ બાપુના ભંડારાના કવરેજની વાત હોય કે બે દિવસ પહેલાં રાજસ્થાન અને 

બનાસકાંઠામાં કાર્યરત એવી બહુ ઉચ્ચ કક્ષાની ગૌશાળાના કોઈ વ્યÂક્તને લઈને તેના ઉપર ચારિત્ર્ય આક્ષેપો કરતી કોઈ એક વાત પત્રકાર પાસે આવવાથી પાલનપુર Âસ્થત એક 

સંગઠનના કેટલાંક પત્રકારો આ ગૌશાળામાં કર્તાહર્તાને મળી આ વાતને રફેદફે કરવાના ૧૫ લાખની માંગણી કરી અને તેમના લાગતા વળગતા સંગઠનના તમામ પત્રકારોની બાંહેધરી લઈને માંડલું કુટવા ગયા હતા. સમય અને સંજાગો એવા બન્યા કે એ ગૌશાળાના એક સંચાલક પત્રકારોની બાહેધરી પત્રમાં જે પત્રકારોના નામ હતા તે પૈકી એક પત્રકારને તેમણે પૈસા ઓછા કરાવવા માટે ફોન કર્યો અને ભલામણ કરી કે તમારા પૈકીના પંદર લોકોના નામ મારી પાસે આવ્યા છે એમા તમારું પણ નામ છે. તો કઈ આઘુ પાછુ કરો. આ વાત સાંભળી ગુજરાતની જાણિતી ચેનલના એ પત્રકાર ભડકી ગયા અને ગૌશાળા ઉપર માંડલું કુટવા ગયેલા પત્રકારોને રૂબરૂ જઈ વાત કરી તો સ્થળ ઉપર સીન બદલાઈ ગયો અને પૈસા માંગવા ગયેલા પત્રકારોએ પણ આવા પત્રકારોને ઉઘાડા પાડવા જાઈએ તેમ બુમાબુમ કરવા લાગ્યા  અને પોલીસ ફરિયાદની વાતો કરવા લાગ્યા. ખરેખર જા સાચા હોય તો એ ગૌશાળાના સીસી ટીવીના ફુટેજ, ગૌશાળાના કર્તાહર્તાના કોલડીટેલ અને બીજા પુરાવા એકઠા કરી આવા લેભાગુ પત્રકારોને સબક શિખવાડવો જાઈએ તેવી રજૂઆત લઈને બી.કે.ન્યૂઝ દૈનિકની ઓફિસે ગૌશાળાના કેટલાંક ગૌસેવકો આવ્યા હતા. જા કે બી.કે.ન્યૂઝે સ્પષ્ટતા કરી કે ગૌશાળા વાળા સાચા હોય તો પોલીસ ફરિયાદ કરવી જાઈએ. અમે કોઈપણ આવા પત્રકારોને સાથ આપતા નથી એવી બાહેધરી પણ આપી. આ ઘટના સાચી છે કે ખોટી છે. પણ તેની પુર્તતા અમે કરતા નથી. અમારી ઓફિસે આવેલી રજૂઆતના આધારે અમે લખેલ છે. અમારી પાસે કથાકથિત આ ઘટનાના 

સંબંધે કેટલાંક પત્રકારોના નામ પણ આપવામાં આવ્યા. પરંતુ અમે અમારી મર્યાદામાં રહી આ ઘટના એટલા માટે લખીએ છીએ કે ઘણી વખત કોઈકના નામે કોઈક ખરાબ કામોને અંજામ આપતા હોય છે અને નિર્દોષ લોકો દંડાય છે. 



Download Our B K News Today App



Related News