ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નિદ્રાધીન મહિલાનું 2.60 લાખની કિંમતના દાગીના ભરેલુ પર્સ લઇને ગઠીયો ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 14:42:13
  • Views : 373
  • Modified Date : 2020-09-18 14:42:13

      ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નિદ્રાધીન મહિલા મુસાફરની બેગને ચેકો મારીને તેમાંથી પર્સની ચોરી કરીને ગઠીયો ફરાર થઇ ગયો હતો. મહિલાના પર્સમાં 2.60 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મૂકેલા હતા. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ઉત્તરપ્રદેશના રહેવાસી આસમાબાનો શેખ પરિવાર સાથે પ્રયાગરાજથી ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન પરિવાર સૂઇ ગયો હતો, તે વખતે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર ઉભી રહી હતી, તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેમની બેગ ફાટેલી છે, તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઇ અજાણ્યો ગઠીયો બેગને ચેકો મારીને તેમાંથી લેડીઝ પર્સ ચોરી ગયો છે, જે પર્સમાં 25 હજારનું સોનાનું ઝોલું, 75 હજારનું સોનાનું મંગળસૂત્ર, 25 હજારની સોનાની વાળી, 25 હજારની સોનાની બે અંગૂઠી, 1500 રૂપિયાની કિંમતની ચાંદીની અંગુઠી, 32 હજારના ચાંદીના છડા, 11 હજાર રૂપિયાના ચાંદીના છડા, 5 હજાર રૂપિયાનો પોચો અને 6 હજારની કિંમતનો મેકઅપનોમહિલાની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે અજાણ્યા ગઠીયા વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે સામાન હતો.

Download Our B K News Today App



Related News