ગોપાલ ઈટાલિયાને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 15:09:43
  • Views : 417
  • Modified Date : 2020-12-12 15:09:43

    ગુજરાતમાં હાલ કોરોનાના કારણે વહીવટદાર નીમીને ચૂંટણીની ટાળવામાં આવી છે. ત્યારે રાજ્યમાં રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP)પણ કમર કસી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ ઉતરવાની છે. ત્યારે તાજેતરમાં જ આંદોલનકારીમાંથી પાર્ટીમાં જોડાનાર ગોપાલ ઈટાલિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.ગોપાલ ઈટાલિયાએ આ અંગે જણાવ્યું હતું કે અનેક પક્ષો યુવા નેતૃત્વની વાતો કરે છે પરંતુ મારી આજે અધ્યક્ષ તરીકે નિમણૂંક કર્યા બાદ એવુ દેખાય છે કે પક્ષને યુવા નેતૃત્વ પર વિશ્વાસ છે. કોઈને આટલી યુવા વયે કામ અને ભણતરના આધાર પર પક્ષ આટલું મોટું પદ સોંપે તે મારા મતે ગુજરાતની પ્રથમ ઘટના હશે. આ સાથે પક્ષ દ્વારા બે મહત્વના નિર્ણય લેવાયા છે. જેમાં પક્ષે તુલીબેન બેનર્જીને મીડિયા હેડ ગુજરાત પ્રદેશ અને નિકિતાબેન રાવલને પ્રદેશ પ્રવક્તા તરીકેની નિમણૂંક આપી છે. જે દર્શાવે છે કે પક્ષ માત્ર મહિલા સશક્તિકરણ કે મહિલા નેતૃત્વની વાતો નથી કરતો પણ તે સંદર્ભે કામ પણ કરે છે.

    ગોપાલ ઈટાલિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જણાવ્યું હતું કે અમે આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દિલ્હી મોડેલના આધારે લોકોને જાગૃત કરીશું. લોકોને દિલ્હીમાં થયેલા કામો બતાવી આવા કામ ગુજરાતમાં પણ થઈ શકે છે તેવી ખાતરી આપીશું. લોકોને પક્ષ શું કામગીરી કરી શકે છે તે વિશે માહિતગાર કરીશું. આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળ એક પ્રામાણિક, યુવા નેતૃત્વ, ભ્રષ્ટાચાર મુક્ત, મહિલા સશક્તિકરણ સહિતના વિચારો સાથે ગ્રાઉન્ડ લેવલે કેવુ કામ થઈ શકે તેની લોકોને ખાતરી આપીશું.

Download Our B K News Today App



Related News