સોનુ ખરીદવાનું વિચારતા લોકો માટે ખુશખબર! ભાવમાં આ મહિને જોવા મળ્યો મોટો કડાકો, જાણી લો આજના રેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 14:47:36
  • Views : 638
  • Modified Date : 2022-05-31 14:47:36

 

ગ્લોબલ માર્કેટમાં નબળા સંકેતોને કારણે મંગળવાર, 31 મે 2022નાં રોજ ભારતીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડીટી એકસચેંજ પર જૂન વાયદા સોનાનો ભાવ 0.09 ટકા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો છે. જ્યારે જુલાઈ વાયદા ચાંદીની કિંમત 0.૭૩ ટકા પ્રતિ કિલોગ્રામ ઘટી છે. આ મહીને ભારતમાં સોનાનાં ભાવ 1,000 રૂપિયા ઘટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે ગોલ્ડનાં ભાવમાં ઘટાડો થયો છે. કીમતી ધાતુમાં સતત બીજા મહીને નબળાઈ જોવા મળી છે. સ્પોટ ગોલ્ડ 0.3 ટકા ધટીને 1,849.92 ડોલર પ્રતિ ઓંસ છે. 

ચાંદીની કિંમત પણ ઘટી 

અમેરિકી ડોલરમાં મજબૂતી અને યૂએસ ટ્રેઝરી યીલ્ડ્સમાં વધારાથી મંગળવારે સોના પર દબાણ વધ્યું છે. માસિક આધાર પર ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડનો ભાવ 2.4 ટકા ઘટ્યો છે. સપ્ટેમ્બર બાદ સોનામાં આ સૌથી મોટો ઘટાડો છે. સ્પોટ સિલ્વર આજે 0.6 ટકા ઘટીને 21.82 ડોલર પ્રતિ ઓંસ છે. આ મહીને આ 4.1 ટકા ઘટ્યો છે

 

શુક્રવારનાં કારોબારમાં મલ્ટી કમોડીટી એકસચેંજ પર જૂન વાયદા ભાવ 149 રૂપિયા અથવા 0.09 ટકા ઘટીને 51,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે જુલાઈ વાયદા ચાંદીની કિંમત 452 રૂપિયા અથવા 0.૭૩ ટકા ઘટીને 61430 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 

સોમવારે જોવા મળ્યો ભાવ વધારો 
સોનાની કિંમતોમાં સોમવારે થોડો ભાવ વધારો નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 75 રૂપિયાનાં વધારા સાથે 51,052 રૂપિયા પર પહોંચી ગયો હતો. ગત કારોબારી દિવસે સોનાની કિંમત 50,977 રૂપિયા હતી. 

ચાંદીનાં ભાવમાં પણ સોમવારે વધારો નોંધાયો હતો અને પ્રતિ કિલો 120 રૂપિયાનાં વધારા સાથે ચાંદીનો ભાવ 62,143 રૂપિયા પર પહોંચી ગયો હતો. ગત કારોબારી દિવસ પર ચાંદીની કિંમત 62,023 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. 

 

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ 
જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે. 

22 કેરેટની જ્વેલરી પર 916 લખેલ હશે. 

21 કેરેટની જ્વેલરી પર 875 લખેલ હશે.

18 કેરેટની જ્વેલરી પર 750 લખેલ હશે.

14 કેરેટની જ્વેલરી પર 585 લખેલ હશે. 

 

 

Download Our B K News Today App



Related News