સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.75 લાખ ગુણી મગફળી આવી, હાલ આવક બંધ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 17:32:57
  • Views : 374
  • Modified Date : 2020-10-26 17:32:57

         સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલના માર્કેટ યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.75 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. માર્કેટ યાર્ડની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં સૌથી વધુ મગફળીની રેકોડબ્રેક આવક થઈ છે. હાલ તો માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે. રવિવારે મગફળીની બમ્પર આવક થઇ હતી અને યાર્ડના દરવાજા ખુલે એ પહેલાં તો 2 કિમી સુધી વાહનોની કતારો યાર્ડના દરવાજા બહાર લાગી ગઇ હતી.ગોંડલ યાર્ડમાં 2 દિવસ પહેલા મગફળીની 90 હજાર ગુણીની આવક થઇ છે. છેલ્લા ઘણા સમયથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક થતાં માર્કેટ યાર્ડ, વેપારીઓની દુકાનો અને ખાનગી માલિકીના ગોડાઉન મગફળીથી ભરચક થવા લાગ્યા છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વખતે સિઝનની 5 લાખ ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. જાડી મગફળીના 20ના 740થી 1066 અને જીણી મગફળીના 740થી 1126 સુધીના ભાવ બોલાયા હતા. હાલ ગોંડલ માર્કેટમાં દરરોજની 30થી 35 હજાર ગુણી મગફળીની જાવક થઈ રહી છે. ત્યારે હાલતો મગફળીની આવક બંધ કરવામાં આવી છે.ગઈકાલે માર્કેટ યાર્ડના દરવાજા ખુલ્લે એ પહેલાં તો 2 કિમી સુધી વાહનોની કતારો યાર્ડના દરવાજા બહાર લાગી ગઇ હતી. યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળા જણાવ્યું હતું કે, ગોડલ માર્કેટ યાર્ડમાં રવિવારે મગફળીની 1 લાખ 25 હજાર ગુણીની આવક થઇ છે. ખેડૂતોને સારા ઉતારા મળ્યા છે અને સમયસર તડકો નીકળતાં હવે સુકાયેલી મગફળી વેચાવા માટે આવી રહી છે. અહીં 20 કિલોના જાડી મગફળીના 720થી 1066 તેમજ જીણી મગફળીના 740 થી 1126 સુધીના ભાવ ચાલી રહ્યા છે.

Download Our B K News Today App



Related News