BSFમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, એક લાખ રૂપિયાથી વધુ મળશે પગાર, એપ્લાય કરતાં પહેલા સમજી લો A to Z માહિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-24 15:09:55
  • Views : 332
  • Modified Date : 2022-06-24 15:09:55


 


BSFમાં નોકરી કરનારા યુવાનો માટે સુવર્ણ તક


બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભરતી થઇને માતૃભૂમિની રક્ષા કરવાનુ સપનુ જોનારા યુવાનો માટે સુવર્ણ તક છે. BSFએ અનેક પદો પર વેકેન્સી કાઢી છે. એવામાં BSFમાં નોકરી માટે ઈચ્છુક ઉમેદવાર અરજી કરી શકે છે. BSF તરફથી ગ્રુપ-બી અને ગ્રુપ-સીના પદ માટે ભરતી કાઢવામાં આવી છે. આ પદ પર અરજીની અંતિમ તારીખ 12 જુલાઈ છે. BSFની સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in પર જઇને અરજી કરી શકો છો. BSF તરફથી કુલ મળીને 110 પદ માટે ભરતી કાઢવામાં આવી છે. 


 


આ પદો પર કાઢવામાં આવી છે ભરતી


જે પદો પર વેકેન્સી કાઢવામાં આવી છે, તેમાં સબ ઈન્સ્પેક્ટર (SI-ટેકનિકલ) અને કોન્સ્ટેબલ (ટેકનિકલ)નો સમાવેશ થાય છે. કોન્સ્ટેબલ (ટેકનિકલ) માટે 88 પદો પર વેકેન્સી કાઢવામાં આવી છે. જ્યારે SI-ટેકનિકલ કેટેગરીમાં સબ ઈન્સ્પેક્ટર (વ્હીકલ મિકેનિક)ના 12, સબ ઈન્સ્પેક્ટર (ઑટો ઈલેક્ટ્રીશિયન)ના 4 અને સબ ઈન્સ્પેક્ટર (સ્ટોર કીપર)ના 6 પદો પર ભરતી કાઢવામાં આવી છે. વધુ માહિતી માટે અરજી કરનારા ઉમેદવાર સત્તાવાર નોટીફિકેશનને ચેક કરી શકે છે. 


 


કેટલો હશે પગાર


સીમા સુરક્ષા દળમાં આ પદો પર ભરતી થનારા ઉમેદવારોને વધુ પગાર પણ આપવામાં આવશે. કોન્સ્ટેબલ (ટેકનિકલ) પદ માટે પસંદ કરેલા ઉમેદવારોને 21,700 રૂપિયાથી લઇને 69,100 રૂપિયા પગાર તરીકે આપવામાં આવશે. જો સબ ઈન્સ્પેક્ટરની જગ્યાની વાત કરીએ તો આ જગ્યા માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 35,400 રૂપિયાથી લઇને 1,12,400 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. 


 


 


Download Our B K News Today App



Related News