લગ્નગાળામાં સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી, બની શકે છે નવો રેકૉર્ડ, જાણો આજના ભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 15:51:46
  • Views : 264
  • Modified Date : 2022-04-13 15:51:46

 

સોના-ચાંદીના ભાવમાં વઘારો

સોનું પહોચ્યું રુ.52913

ચાંદી રુ.68952 પર ટ્રેન્ડ  

 

લગ્નસિઝન હવે થોડા સમયમાં શરુ થવા જઇ રહી છે તેવામાં જો તમે સોનું લેવાનું વિચારતા હોવ તો આજે જ લઇ લો. કારણ કે સોનાના ભાવ દિવસ જાય તેમ વધી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં 35 રુપિયાનો વધારો નોંધાયો છે. એટલે કે સોનું 52913 રુપિયે પહોંચ્યુ છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે.  આજે ચાંદીમાં 162 રુપિયાના વધારા સાથે 68952 રુપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 

MCX સિવાય બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમત  વધીને 49702 રૂપિયા વધી જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 54220 રૂપિયા થયો.  જ્યારે 20 કેરેટ સોનાની કિંમત 45183 રૂપિયા અને 18 કેરેટની કિંમત 40665 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સિવાય 16 કેરેટ સોનાનો ભાવ વધીને 36147 રૂપિયા નોંધાયો.

 

સોનાની આયાત વધી

લગ્નની સિઝન થોડા દિવસોમાં શરૂ થવાની છે. વધતી જતી મોંઘવારી વચ્ચે પણ દેશમાં સોના પ્રત્યે લોકોનું આકર્ષણ ઘટી રહ્યું નથી. દેશની સોનાની આયાત 2021-22ના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી)માં 73 ટકા વધીને $45.1 બિલિયન થઈ ગઈ છે. માંગ વધવાને કારણે સોનાની આયાત વધી છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં સોનાની આયાતનો આંકડો $26.11 બિલિયન હતો.

 

તમે આ રીતે સોનાના દરો ચકાસી શકો છો

સમગ્ર દેશમાં સોનાના દાગીનાની કિંમત અલગ અલગ હોય છે, કારણ કે તેમાં એક્સાઈઝ ડ્યુટી, રાજ્યોના ટેક્સ  અને મેકિંગ ચાર્જનો હિસ્સો પણ હોય છે. તમારા શહેરમાં સોનાની કિંમત તપાસવા માટે તમે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની મદદ લઈ શકો છો. આ માટે તમારે ફક્ત 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર પર સોનાના લેટેસ્ટ રેટનો મેસેજ આવશે.

 

 

Download Our B K News Today App



Related News