આજે ફરી સોનું ચમક્યું, લગ્ન પ્રસંગ માટે ખરીદવાનું વિચારતા લોકો માટે માઠા સમાચાર, જાણો ભાવમાં આવ્યો કેટલો ઉછાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:49:23
  • Views : 157
  • Modified Date : 2022-04-17 11:49:23

 

                             

સોનાના ભાવ વધ્યા 

ચાંદીની કિંમતોમાં કોઈ ખાસ બદલાવ નહી 

જાણો આજના લેટેસ્ટ રેટ 

લગ્નની સીઝન શરુ થઇ ચુકી છે, જેને કારણ સોના ચાંદીની ખરીદીમાં વધારો થતો જઈ રહ્યો છે. પરંતુ હજુ પણ તમારી પાસે તક છે. સોનું હાઈ રેટ પર જાય, તે પહેલા જ તમે સસ્તા ભાવમાં સોનું ખરીદવા માંગો છો, તો ખરીદી લો કે જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે તક છે. 

 

ગયા અમુક મહિનાઓથી સોના ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આવામાં તમે આજનો ભાવ જાણી લો. આજે એટલે કે શનિવારે સોનાનો ભાવ 22 કેરેટનાં 50,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 52,940 રૂપિયા પ્રતો 10 ગ્રામ છે. 

ચાંદીની કિંમતો 
ચાંદીની કિંમાતની વાત કરીએ તો આજે ચાંદી 74,400 રૂપિયાના હિસાબે કારોબાર કરશે એટલે કે કાલની તુલનામાં આજના રેટમાં કોઈ ખાસ બદલાવ જોવા મળ્યા નથી. 

આ પ્રકારે થઇ શકશે શુદ્ધતાની જાણ 
જ્વેલરીની શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. આમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શકાય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમા એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીની શુદ્ધતાની તપાસ કરી શકાય છે. 

22 કેરેટની જ્વેલરી પર 916 લખેલ હશે. 

21 કેરેટની જ્વેલરી પર 875 લખેલ હશે.

18 કેરેટની જ્વેલરી પર 750 લખેલ હશે.

14 કેરેટની જ્વેલરી પર 585 લખેલ હશે.

 

 

Download Our B K News Today App



Related News