તીર્થંકર પરમાત્માઓની સોના, હીરા-માણેકજડિત આંગી, કોરોનાને લીધે આ વર્ષે જિનાલયોમાં દર્શન પણ ઓનલાઇન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 12:14:20
  • Views : 354
  • Modified Date : 2020-08-21 12:14:20

     પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે એટલે કે પ્રભુ મહાવીર જન્મવાંચનના દિવસે રાજનગરનાં જિનાલયોમાં ભવ્યાતિ ભવ્ય આંગી શણગાર કરાયો હતો. આ વર્ષે કોરોના મહામારીના કારણે જન્મવાંચન દિવસે શહેરનાં જિનાલયો-દેરાસરોમાં ભાવિકોએ ઓનલાઇન દર્શનનો લાભ લીધો હતો તેમજ કેટલાંક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને દર્શન માટેનું આયોજન કરાયું હતું. જિનાલયોમાં હીરા, પન્ના, માણેક તથા સોનાચાંદીનાં વરખ, મોતી, રંગબેરંગી પુષ્પોથી તીર્થંકર પરમાત્માઓની મનમોહક આંગી રચના કરાઈ હતી.

Download Our B K News Today App



Related News