સંતરામપુર નગરમાં મોડી રાત્રે ગ્લેન્ડર રોગગ્રસ્ત 5 ઘોડાને મારી નાખવાની કામગીરી હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 11:54:21
  • Views : 433
  • Modified Date : 2020-03-14 11:54:21

સંતરામપુર નગરમાં અને સંતરામપુર તાલુકામાં અશ્વોમાં જીવલેણ ગ્લેન્ડર રોગ દેખાતા હાહાકાર મચી ગયો છે. સંતરામપુર તાલુકાના 176 અશ્વો,ગન્દ્ર્ભ , ખચ્ચર પૈકી 5 ઘોડાને ગ્લેન્ડર રોગ હોવાનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો અને એના અગાઉ 1 ઘોડાનું મોત પણ થયું હતું જે 5 ઘોડાના રિપોર્ટ પોઝેટિવ આવ્યો તે ઘોડાઓને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી ઘોડાના મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી. સંતરામપુર શહેર-નગર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ઘોડામાં જીવલેણ ગ્લેન્ડર રોગ જણાતા જિલ્લાનું પશુપાલન તંત્ર ચોંકી ઊઠ્યું હતું. ગ્લેન્ડર રોગ નાગરિકોમાં ન ફેલાય તે માટે જે 5 ઘોડાના રિપોર્ટ પોઝેટિવ આવ્યા તે ઘોડાઓને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી ઘોડાના મૃતદેહોનો વૈજ્ઞાનિક ઢબે તંત્ર દ્વારા નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારપછી સંતરામપુર નગર અને તાલુકાનાં 176 અશ્વો, ગધેડા અને ખચ્ચરના નમૂના લઈ પૃથ્થકરણ માટે હરિયાણાના હિસ્સારમાં આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં જેમાં 5 અશ્વોને ગ્લેન્ડર રોગ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. સંતરામપુરના સત્તારભાઈ પઠાણના પાંચ અશ્વો બાદલ, તૂફાન, રાજા , મસ્તાન, સુલતાનનો રિપોર્ટ ગ્લેન્ડર પોઝીટીવ આવતાં નિયમ મુજબ તેને મોત આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ એક અશ્વ રુસતમનો રિપોર્ટ પચાસ ટકા પોઝીટીવ આવતાં ફરી ચેક કરવા મોકલવામાં આવ્યો છે. ત્યાર બાદ રિપોર્ટના આધારે પશુપાલન અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદા મુજબ ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન કાર્યવાહી કરવા જતી ટીમ ઉપર સ્થાનિક લોકોએ હુમલો કરતાં અધિકારીઓ ઘટના સ્થળથી નાસી છૂટયા હતા બીજી તરફ મૃત ઘોડાઓને દફનાવવા ખાડો ખોડવાની કામગીરી કરતાં જે.સી.બી મશીન પર પથ્થરો વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જેસીબી મશીનના કાચ તૂટી ગયા હતા. પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર ગ્લેન્ડર 2009 અધિનિયમ મુજબ જેને આ રોગ થાય તેને મર્સિકિલિંગ એટલેકે દયામૃત્યુ આપવાની સરકાર તરફથી છુટ આપવમા આવી છે. ભારત સરકારના નિયમ મુજબ જે પશૂઓને આ રોગ થયો હોય તેને તાત્કાલીક સારવાર આપવી તેમજ પશુને ઝેરી ઇન્જેકશન આપી મારી નખાય છે. તેમજ પશુના મોત થયા બાદ વિધિ કરનારના વસ્ત્રો સહિતના તમામ ચીજ વસ્તુઓ બાળી નાખવામા આવે છે ગડા, હિરાપુર, વાંઝીયાખુંટ,નાના નટવા, સડા, નર્સિંગપુર, ગરાડિયા અને બાબરોલ ગામ ની વચ્ચે વચ આવેલ જંગલ વિસ્તારમાં પાંચેય ઘોડાઓ ને લઇ જઇ ઘોડા ને ઝેરી ઇન્જેક્શન દ્વારા મારી નાખવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન જ અચાનક લોકો ના ટોળા લાકડીઓ તથા હથિયારો લઈ ધસી આવ્યા હતા અને સરકારી અધિકારીઓ ની ટીમ પર હુમલો કરતા અધિકારીઓ પોતાનો જીવ બચાવવા ઘટના સ્થળે થી નાસી છૂટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ મૃત ઘોડાઓને દફનાવવા ખાડો ખોડવાની કામગીરી કરતાં જે.સી.બી મશીન પર પથ્થરો વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જેસીબી મશીનના કાચ તૂટી ગયા હતા અને અધિકારીઓ પર લાકડી સળિયા અને પથ્થર વડે હુમલો કરાયો હતો સંતરામપુર વિસ્તારમાં ગ્લેન્ડર રોગના શંકાસ્પદ લક્ષણો કેટલાક પશુઓમાં પ્રાથમિક તબક્કામાં જણાતાં મહીસાગર જિલ્લા પશુપાલન વિભાગે તકેદારીના ભાગ 176 જેટલા પશુઓના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા. મહીસાગર પશુપાલન વિભાગ પશુઓમાં જણાયેલા રોગ અંગે 176 જેટલા સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા હતા જેમાંથી રિપોર્ટ થઈ આવેલા પાંચ અશ્વોના સેમ્પલ ગ્લેન્ડર રોગમાં પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું હતું. નિયમોનુસાર પ્રતિબંધક ચેતવણી જાહેર કરી પોઝિટિવ પશુઓને કાયદા મુજબ દયામૃત્યુ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News