સયાજીનગરી ટ્રેનની સામખિયાળી સ્ટોપ આપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 13:04:32
  • Views : 390
  • Modified Date : 2020-09-25 13:04:32

        ભુજથી દાદરની શરૂ કરાયેલી સયાજીનગરી એક્સપ્રેસને સામખિયાળી સ્ટોપ આપવા માગણી કરાઇ છે. પાંચ માસ બાદ ભુજથી મુંબઈનો ટ્રેન વ્યવહાર શરૂ થયો છે ત્યારે વચ્ચે આવતા કેટલાક સ્ટોપની બાદબાકી કરાઈ છે. અંજાર, આદિપુર, ભચાઉ અને સામખીયાળી જંકશનના સ્ટોપની બાદબાકી કરાઈ છે. મુંબઈના કોલાબા સ્થિત કચ્છી અગ્રણી વિધાનસભાના અશોક પ્રેમજી પટેલે રેલ મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી હતી કે, સયાજીનગરી એક્સપ્રેસને સામખીયાળી સ્ટોપ આપવામાં આવે જેના લીધે આસપાસના 200 ગામડાઓના લોકોને ફાયદો થાય તેમ છે. ભચાઉ અને રાપર તાલુકાના લોકોને ગાંધીધામ સુધી લાંબુ થવું પડે છે.

Download Our B K News Today App



Related News