મોબ લિન્ચિંગ બાદ ગામમાં ધસી આવેલા ટોળાએ મહિલાઓને રેપની આપી ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 17:27:45
  • Views : 447
  • Modified Date : 2019-06-28 17:27:45

ઝારખંડના ઘાતકીડીહ નામના નાનકડા ગામમાં તબરેઝ અંસારી નામના યુવાનની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.આ ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બનાવવામાં આવી છે. જોકે, મોબ લિન્ચિંગ બાદ ગામના લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.પોલીસ કાર્યવાહીના ડરથી ગામના પુરૂષો ભાગી ગયા છે ત્યારે એકલી મહિલાઓને રેપની ધમકીઓ મલી રહી છે. પોલીસ પેટ્રોલિંગ હોવા છતા તબરેઝના મોતના વિરોધમાં મહિલાઓને રેપની ધમકીઓ અપાઈ રહી છે.મહિલાઓનુ કહેવુ છે કે, 24 જૂને 30 લોકોનુ એક ટોળુ ગામમાં આવ્યુ હતુ. ટોળાએ ઓવૈસી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ટોળાના હાથમાં ધાર્મિક ઝંડા હતા. કેટલાક લોકો ઘરોમાં ઘુસી ગયા હતા અને મહિલાઓને રેપની ધમકી આપવાની સાથે સાથે આખા ગામને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.મહિલાઓએ આ મામમલે પોલીસ ફરિયાદ પણ નોધાવી છે. જેની સાથે 47 બીજી મહિલાઓ પણ હતી. મહિલાઓએ ફરિયાદમાં કહ્યુ હતુ કે, ગાડીમાં આવેલા લોકોએ ઓવૈસી ઝિંદાબાદ અને અલ્લાહો અકબરના નારા પણ લગાવ્યા હતા. ગામમાં આવેલા એક ધાર્મિક સ્થળોનો ઝંડો પણ ટોળાએ તોડી નાંખ્યો હતો.

Download Our B K News Today App



Related News