પાલનપુર સબ જેલના કેદીઓને પીરસાતી જીવાતવાળી ઘઉંની રોટલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 14:49:16
  • Views : 799
  • Modified Date : 2020-02-05 14:49:16


બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી જિલ્લા સબજેલના કેદીઓને જીવાતવાળી ઘંઉની રોટલીઓ પીરસવામાં આવી રહી છે. તેમજ હળદરના પાવડરમાં પણ તાંબાની ભેળસેળ હોવાનું જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનામાં સામે આવ્યું છે.બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી જિલ્લા સબજેલમાં સમગ્ર જિલ્લાના કાચા- પાકા કેદીઓને રાખવામાં આવે છે. જેમના માટે જેલમાં જ રસોઇ તૈયાર કરીને પીરસવામાં આવે છે. જોકે, પીરસાતા ભોજનમાં જીવાતવાળી ઘઉની રોટલીઓ અને હળદરના પાવડરમાં તાંબાની વધુ પડતી ભેળસેળ બહાર આવવા પામી છે. આ અંગે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દિલીપ ગામીતે જણાવ્યું હતુ કે, અધિકારી પી. આર. સુથાર દ્વારા જિલ્લા સબ જેલમાંથી કપાસીયા તેલ, નટખટ કંપનીનું મીઠું, સિંગદાણા, ગણકેશ હળદર પાવડર, ગણકેશ ધાણાજીરૂ પાવડર, ઘઉં, ચોખા, મગદાળ, તુવેરદાળના નમૂના લઇ ચકાસણી માટે મોકલાયા હતા. જેમાંથી ઘઉંનો નમૂનો જીવાતની હાજરીના કારણે અનસેફ જ્યારે હળદર પાવડરમાં વધુ પડતી તાંબાની હાજરીના કારણે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે.


Download Our B K News Today App



Related News