ઘર લેવાની ઈચ્છા રાખતા લોકો માટે મોદી સરકાર કરી શકે છે આ મોટી ઘોષણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 17:45:03
  • Views : 611
  • Modified Date : 2019-09-04 17:45:03

કેન્દ્રની મોદી સરકાર ટુંક સમયમાં જ રિયલ એસ્ટેટ ઈંડસ્ટ્રી માટે મોટી ઘોષણા કરી શકે છે. આ અંગે મળતી માહિતી અનુસાર રિયલ એસ્ટેટ ઈંડસ્ટ્રીને ફરથી ધમધમતી કરવા માટે સરકાક આ સપ્તાહમાં મહત્વની ઘોષણા કરી શકે છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગના પેકેજમાં હાઉસિંગ ફાયનેંસ કંપની માટે અતિરિક્ત ધન અને બેન્ક લોન લેનાર ડેવલપર્સ માટેના નિયમો બદલી શકે છે. સાથે જ અન્ય છૂટ પણ મળી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર અટકેલી રિયલ એસ્ટેટ પરિયોજનાઓ માટે લગભગ 8000 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા થઈ શકે છે. કારોબારીઓની માંગ પર વાજબી આવાસનું ધોરણ વિસ્તરી શકે છે. વાજબી મકાનોના 45 લાખ રૂપિયા વધી 70 લાખ થઈ શકે છે. આ ઉપરાંત હાઉસિંગ ફાયનેંસ સંબંધિત આર્થિક સહાયતા યોજનાની ઘોષણા પણ કરવાની શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણએ 23 ઓગસ્ટએ ઘોષણા કરી હતી કે નેશનલ હાઉસિંગ બેન્ક એચએફસીને 20,000 કરોડ રૂપિયાની વધારાની તરલતા પ્રદાન કરશે અને સાથે જ મંત્રીએ કહ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અટકેલી પરિયોજના માટે પણ ઘોષણાઓ કરવામાં આવશે. નાણામંત્રી સાથે થયેલી એક બેઠકમાં ફોરમ ફોર પીપુલ્સ કલેક્ટિવ અફોર્ટસ્એ કહ્યું હતું કે દેશભરમાં વિવિધ હાઉસિંગ પરિયોજનાઓમાં પાંચ લાખ હોમબાયર્સના પૈસા અટકેલા છે. સંસ્થાએ આ પરિયોજનાઓને પૂરા કરવા તથા હોમબાયર્સને રાહત આપવા માટે સરકાર પાસેથી 10 હજાર કરોડ રૂપિયાના કોષની માંગ કરી હતી. 

Download Our B K News Today App



Related News