અમીરગઢના વિદ્યાર્થીઓના ઘરે જઈ માર્ગદર્શન આપતા શિક્ષકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 12:04:13
  • Views : 453
  • Modified Date : 2020-07-16 12:04:13

 હાલમાં કોરોના મહામારીને લઇ વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર ન થાય તે માટે હોમ લર્નિંગ અતંર્ગત અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય રાજેશભાઈ જી.પટેલની સૂચનાથી હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો ઘરે-ઘરે જઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.અમીરગઢ પગાર કેન્દ્ર શાળા એકના શિક્ષકો દ્વારા માઈક્રોસોફ્ટ ટીમની મદદથી વર્ચુઅલ ક્લાસ દ્વારા શિક્ષણકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષકો દુધાભાઈ એન.પરમાર, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કિરીટભાઈ પટેલ, વિજયાબેન પરમાર, મણીલાલ પંચાલ, બેલાબેન પટેલ દ્વારા બાળકોને જુદા જુદા વિષયનું એક કલાક શિક્ષણકાર્ય આપી રહ્યા છે. બાળકો પણ તેમાં સહભાગી થયા છે. બાળકો સાહિત્ય શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News