ઘરકંકાસ : ટેન્ડર રદ કરવા મેયર સામે ભાજપ અને કોંગ્રેસની કમિશનરને રજુઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 15:41:32
  • Views : 20540
  • Modified Date : 2020-10-30 16:44:14

બ્યુરો (ગાંધીનગર)

મેયરના વટહુકમ દ્વારા પાસ કરેલા બસ સ્ટેશનના ટેન્ડર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. ભાજપ પક્ષના ૮ સભ્યો સહિત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો હતો. અને ગેર બંધારણીય રીતે પસાર કરેલા આ ટેન્ડરને નામંજૂર કરવા માટે અપિલ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી બસ સેવા ચલાવવા માટે એજન્સીને કુલ ૨૦ ફૂટની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ બસ ચાલુ કર્યા ના આજ દિન સુધી ફક્ત દસ જેટલી જ મંજૂરી આપવામાં આવી છે અને બીજા ૧૦ રૂટ હજી સુધી ફાળવવામાં આવ્યા નથી અને સેક્ટરોના આંતરિક રૂટને તો પરમિશન જ અપાઈ નથી અને ત્યાં આગળ સીટી બસ પણ જતી નથી ત્યાં આગળ પીક-અપ બસ સ્ટેન્ડની શી જરૂરિયાત ? પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો હોય તેમ ગમે ત્યાં બસ સ્ટેન્ડ બનાવી દેવાનો હુકમ કર્યો છે. ગાંધીનગરની પ્રજાને સીટી બસનો લાભ સેક્ટરોમાં મળ્યો નથી અને તેવા આંતરિક રોડ ઉપર બસો દોડાવવામાં માટેની મંજૂરી આપે અને ત્યારબાદ પીક-અપ બસ સ્ટેન્ડ મંજૂર કરવામાં આવે પરંતુ અહીંયા તો પહેલા બસ સ્ટેન્ડ બનાવશે અને તેમાં તંત્રની ભ્રષ્ટાચાર કરવાની છબી ઉપસી આવતી હોય તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.

ગાંધીનગર મનપા ના મેયર રીટાબેન પટેલ દ્વારા ૨૯ ઓકટોબરના રોજ જીપીએમસી એક્ટની કલમ ૬૭ (૩-કક) (૩-A A)નું ખોટું અર્થઘટન કરીને આ કલમને ખોટી રીતે રજુ કરી પીક-અપ બસ સ્ટેન્ડ માટે આદેશ કરવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે. વિકાસ નું કામ સમય મર્યાદામાં થવું જોઈએ અને તે કામની બજેટમાં જોગવાઇ હોય તો મેડ કમિશનરને કામ કરવા આદેશ કરી શકે છે પરંતુ નાતા જોગવાઈ છે અને કાલે ખોટી રીતે દર્શાવી મેયરે કમિશનરને કામ કરવાના આદેશ કરેલ છે. હવે જોવું રહ્યું કે કમિશનર કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરશે કે પછી મેયરની જેમ હુકમ કરશે ? જો કમિશનર દ્વારા છટકબારી શોધીને કાયદાના દુરુપયોગ કરી કામ કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં કાયદાકીય પગલાં લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મેયર દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી અને તેમાં ચૂંટાયેલી પાંખના ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યો ગેરહાજર હતા છતાં પણ મેયર દ્વારા ટેન્ડર પસાર કરવા માટે કમિશનરને આદેશ આપવામાં આવ્યા હતા. ભાજપના જ આઠ સભ્યો દ્વારા આ ટેન્ડરને મંજુર ના કરવા માટે કમિશનરને રજૂઆત કરી હતી. સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્ર સિંહ ચાવડા , પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઈ પટેલ , પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિકભાઈ પટેલ , નીતીનભાઇ પટેલ , પ્રવિણાબેન દરજી , બરખાબેન ઝહા, પ્રીતિબેન દવે , અને પાર્વતીબેન પરમાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કમિશનરને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો આપ કાયદેસરના પગલાં નહિ લો તો આવનાર પરિણામની જવાબદારી તમારી રહેશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે તેમજ લોકાયુક્તમાં ફરિયાદ અને સરકારમાં ઓડિટ વિભાગમાં કાયદેસરની રજૂઆત કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

શું કમિશનરને તેમનું અસ્તિત્વ વ્હાલું નથી ?

કમિશનર તેમનું અસ્તિત્વ ખોઈ ચુક્યા છે. ભાજપના સભ્ય બજારમાં બફાટ મારી રહ્યા છે કે કમિશનર મેયર અને ડેપ્યુટી કમિશનર તે પોતે જ છે અને તે ધારે તેમજ થઈ શકે છે ત્યારે પ્રશ્ન એ છે કે કમિશનરને પોતાને પણ ખબર છે કે બજારમાં આવી વાતો થઇ રહી છે છતાં પણ આ સભ્ય વિરૂદ્ધ કમિશનર એક શબ્દ પણ ઉતારી શકે તેમ નથી એવું તો કમિશનર ઉપર શુ દબાણ હશે કે મૂંગા મોઢે કોર્પોરેશનની આ મહાભારત શાંતિથી નિહાળી રહ્યા છે ત્યારે કમિશનર પોતે પણ શાંત રહેતા શંકાસ્પદ ભૂમિકામાં છે.

 

સંગઠમાં હાલ સભ્યો માટે બંદૂક તૈયાર થયી રહી છે , કોના માથે ફૂટશે તે જોવું રહ્યું ?

ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપના ઝઘડો ચરમસીમાએ પહોંચતા સંગઠનમાં ગંભીર નોંધ લેવાઈ છે અને હવે સંગઠનમાંથી ગમે ત્યારે આ ઝઘડામાં કોઈકનો ભોગ લેવાઈ શકે છે. સૂત્રોની માહિતી અનુસાર આ ઘર કંકાસ એટલે ચરમસીમાએ પહોંચે છે કે હવે સ્થાનિક નેતાઓ સંગઠન માટે શું નિર્ણય આવે છે તેની પર રાહ જોઈ રહ્યા છે આ જોતા દિવાળીમાં કોઇકને ગિફ્ટમાંથી સુતળી બોમ નીકળે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે. સંગઠનમાં ભાજપ VS ભાજપની લડાઈ માટે દિવાળી ગિફ્ટ તૈયાર થઈ રહી છે હવે આ ગીફ્ટ કોના માથે ફૂટે છે અને કોનો ગરબો ઘરે જાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

 

શૈલેન્દ્રસિંહ કમિશનર ઉપર ત્રાટકયા

 

કમિશનર ઉપર વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ ત્રાટક્યા હતા અને કીધું હતું કે તમારા વિશે જાહેરમાં ભાજપના સભ્ય દ્વારા કહેવામાં આવે છે કે હું જ કમિશનર હું જ મેયર અને હું જ ડેપ્યુટી કમિશનર છું તેવામાં તમે મૌન પાળીને બેસી રહ્યા છો તેમજ તમારા વિશે કોઈ આવું કહી જાય તો તમને તમારૂ અસ્તિત્વ અને ગરિમા માટે પણ આવાજ ઉઠાવતા નથી જે અમારા માટે એક મોટી ઘટના છે. આ ઉપરાંત સેક્ટરોના આંતરિક રૂટ પર મનપા સિટી બસ દોડાવવા માટે મંજૂરી નથી આપતી તો પીક અપ બસ સ્ટેન્ડ બનાવવાની શી જરૂર ? જી.પી.એમ.સી એક્ટની કલમ -૬૭ (૩-કક) (૩-A A)નું ખોટું અર્થઘટન કરી તંત્ર કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યું છે. જેવા ગંભીર સવાલો પૂછીને કમિશનરને પત્ર પાઠવ્યો હતો.

 

 મેયરની તકતી લાગે તેનો જ વિરોધ છે.

આ રૂપિયા મેયરની ગ્રાન્ટમાંથી વાપરવાના છે અને મેયરે કમિશનરને દરખાસ્ત પણ કરી હતી. પહેલી વખત સ્ટેન્ડીંગમાં ગયું ત્યારે ડિઝાઇનની ખામી કાઢી રદ કરી હતી. ત્યારબાદ ડિઝાઇન આવી ગયા બાદ ફરીથી મુકતા આના ખર્ચનો કયા ઉલ્લેખ કરેલો નથી તેમ કરીને રદ કર્યું. મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આદેશ કરેલો છે. છતાં પણ તેમની અવગણના કરી મેયરની દરખાસ્ત હોવાથી તેમને ઠરાવ રદ કરી દીધો. મેયરે એકટ અને નિયમનો ઉપયોગ કરી પ્રજાના હિત માટે આ નિર્ણય લીધો છે. મેયરનું નામ બસ સ્ટેશન ઉપર આવે એ કારણે જ આ લોકો વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ સાંસદ અને ધારાસભ્ય પણ બસ સ્ટેશન બનાવેલા છે પણ જ્યાં જર્જરિત થયેલા છે અને નવી જગ્યા ડેવલોપ થઈ રહી છે ત્યાં અમુક બનાવવાના બાકી છે જે માટે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું છે અમે ક્યાં ક્યાં બસ સ્ટેશન બનાવવાના છે તે એમને ખબર જ નથી…રીટાબેન પટેલ (મેયર, ગાંધીનગર)

 

 - મેયરના શોપીંગ સેન્ટરને વિકાસ પરવાનગી આપવામાં થયેલ ભષ્ટ્રાચાર અંગે વિઝીલન્સમાં ફરિયાદ

ગાંધીનગર કોર્પોરેશન ભષ્ટ્રાચારના મુદ્દે સતત વિવાદમાં છે ત્યારે હવે આ વિવાદ જાણે કોઈનો ભોગ લે તો નવાઈ નહીં. શહેરના સેક્ટર ૧૧માં બાંધવામાં આવેલા કોર્મશીલય કોમ્પ્લેક્ષને વિકાસ પરવાનગી આપવામાં મોટો ભષ્ટ્રાચાર થયો હોવાની ફરિયાદ ગાંધીનગર કોર્પોરેશનના સિંઘમ ઘણાતા કોર્પોરેટર મનુભાઈ પટેલે વિઝીલન્સમાં લેખીત ફરિયાદ કરી છે. જેમાં કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અને એક મહિલા કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા યોગ્ય તપાસ માટે માંગણી કરવામાં આવી છે. જો વિઝીલન્સ દ્વારા આ મુદ્ યોગ્ય કાર્યવાહી કે તપાસ કરવામાં ઢીલ કે, અન્ય કારણો દર્શાવશે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી મનુ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

જો કે, મેયરના પતિ કેતન પટેલ સામે રીતસરનો રોષ તો બિલડીંગના પાયા નખાયા ત્યારથી જ છે થોડા સમય પહેલા રાતો રાત બનેલી ઘટનામાં પણ આવુ જ કંઈક જોવા મળ્યું હતું જેમાં ખાનગી રાહે સ્થાનિક ભાજપના કોર્પોરેટર દ્વારા મેયરના બિલ્ડીગમાં ગેરકાયદે થયેલા બાંધકામને તોડી પાડવા મુદ્દે રાતોરાત કાગળીયા તૈયાર કરી દેવામાં આવ્યા હતા અને કોર્રેરેશનના બે કર્મચારીને મોડી રાત્રે નગરસેવકોના ઘરે સહીઓ લેવા પણ મોકલી દીધા હતા. આ વાતની જાણ મેયરના પતિને થતાં મેયરના પતિ કેતન પટેલ દ્વારા સમગ્ર ઘટના ક્રમ સમજી ગયા હતા અને રાતોરાત આ વાત નો નિકાલ પોતાની રીતે લાવી દીધો હતો. જો કે, બિજા દિવસે આ વાતની ચર્ચા કોર્પોરેશનમાં ન થાય તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણળા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News