જીઈબીની બેદરકારી વીજવાયરો ઝુલતા હોવાથી ઢીમા ચારસ્તા નજીક ઘાસ ભરેલી ગાડી સાથે આગની દુર્ઘટના ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 10:44:18
  • Views : 459
  • Modified Date : 2019-04-15 10:44:18

કોઈ ભયંકર દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગેસરહદી વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વાવ અને ટડાવ ખાતે ઘાસચારાની વ્યવસ્થા માટે ઘસડેપો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારે ત્રણ ગાડી ઘાસ માવસરી જઈ રહી હતી. ત્યારે યાત્રાધામ ઢીમા ચારસ્તા નજીકમાં સિંગલ ફેઈજ ચાલું લાઈન એકદમ નીચે હોવાથી અહીંયા અવારનવાર અકસ્માત સર્જાતાં હોય છે. ત્યારે જીઈબી દ્વારા આજદિન સુધી ગંભીરતાથી નોંધ લઈને ઊંચા વીજપોલ નહિતર વીજ વાયરિંગ ઊંચું કરવામાં આવતું નથી. પરિણામે રવિવારે વહેલી સવારે જતી ત્રણ ગાડી ઘાસ ભરેલી વીજવાયરો નીચેથી પસાર થતાં જ અચાનક જ ભારે ભડાકા થયાં હતાં અને ડ્રાઈવરની સમય સુચકતાને કારણે ત્રણેય ટ્રકમાં કોઈ નુકશાન થવાં પામ્યું નહોતું.સરહદી વિસ્તારમાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિમાં પશુઓ પીવાનાં પાણી અને ઘાસચારાનાં અભાવે મોતને ભેટી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અપાતું ઘાસ પણ જીઈબીને બેદરકારીને કારણે બળી જશે તો પશુઓને તો દુષ્કાળ અધિક માસ જેવો ઘાટ ઘડાશે. તો વળી ટડાવ ખાતે ફાળવાયેલ ઘાસડેપોમાં રોજેરોજ ઘાસની ટ્રકો ભરીને થરાદ,ઢીમા ચારસ્તાથી ટડાવ કે માવસરી જાય છે ત્યારે સત્વરે આ વીજલાઈનને ખસેડવામાં આવે નહિતર ઊંચા વીજપોલ નાખવાની માંગ ઉઠી છે. ત્યારે જીઈબીનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્વરે ઘટતી કાર્યવાહી કરવામાં આવે નહિતર કોઈ ભયંકર દુર્ઘટના સર્જાશે તો પછી જવાબદાર કોણ ? અને ઘોડાઓ છુટી ગયાં પછી તબેલાઓને તાળા મારવાનો શો અર્થ ?


Download Our B K News Today App



Related News