સતત બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી તૂટ્યો; તેની અસર તમને દેખાશે નહીં, પરંતુ તમારા પર થઈ અને થશે પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 12:33:45
  • Views : 320
  • Modified Date : 2020-11-28 12:35:41

        આપણા દેશનો જીડીપી પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે 23.9% ઘટ્યો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સ્થિર થયો પણ હજુ પણ તેની આગળ માઈનસનું નિશાન લાગેલું છે. બીજા ત્રિમાસિક ગાળામાં આપણા જીડીપીમાં 7.5%નો ઘટાડો આવ્યો છે.તેને આપણે સારૂં પણ માની શકીએ અને ખરાબ પણ. સારૂં એટલા માટે કેમકે એનેલિસ્ટ 8%થી 12% સુધીના ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા હતા. અને ખરાબ એટલા માટે કેમકે સતત બીજા ત્રિમાસિક ગાળામાં આપણા જીડીપીમાં નેગેટિવ ગ્રોથ આવ્યો છે. પરંતુ જીડીપી હોય છે શું? શું તેના ઘટવા-વધવાથી આપણને કોઈ અસર થશે? આવા જ કેટલાક સવાલોના જવાબ જાણીએ...આપણે સૌ શિક્ષિત છીએ. સ્કૂલ-કોલેજે ગયા છીએ. દર વર્ષે એક્ઝામ આપ્યા પછી આપણું એક રિપોર્ટ કાર્ડ આવે છે. આ રિપોર્ટ કાર્ડથી ખ્યાલ આવે છે કે આપણે વર્ષભર કયા સબ્જેક્ટમાં કેટલી મહેનત કરી અને તેમાં આપણને કેટલા માર્ક્સ મળ્યા. કુલ મળીને આ રિપોર્ટ કાર્ડ આપણું પર્ફોર્મન્સ બતાવે છે.કંઈક આવું જ જીડીપી સાથે પણ થાય છે. કેમકે આ ત્રિમાસિક પરિણામો છે. કેમકે આ ત્રિમાસિક પરિણામો છે. આથી તેને એ રીતે સમજીએ કે આ 3 મહિનામાં આપણા દેશમાં કેટલો સામાન બન્યો, કેટલો વેચાયો, તેનો હિસાબકિતાબ હોય છે જીડીપી. આ આપણા દેશની આર્થિક હાલતનું રિપોર્ટ કાર્ડ હોય છે. તેમાં માર્ક્સ એટલે કે ગ્રોથ જેટલો વધુ હશે, સ્થિતિ એટલી જ સારી હશે. માર્ક્સ કે ગ્રોથ જેટલો ઓછો હશે, સ્થિતિ એટલી ખરાબ હશે.સરળ ભાષામાં કહીએ તો જીડીપીમાં પોઝિટિવ ગ્રોથ હોવાનો અર્થ છે આપણા દેશ પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ નેગેટિવ ગ્રોથનો મતલબ છે કે દેશને જેટલી પ્રગતિ કરવી જોઈએ, એટલી થઈ રહી નથી.

  1. જીડીપીમાં ઘટાડો શા માટે?                
             જીડીપીના ઘટાડાનું સૌથી મોટું કારણ કોરોના વાયરસ અને તેના કારણે લાગેલું લોકડાઉન છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન સુધી લોકડાઉનની અસર જોવા મળી હતી, તેથી જીડીપીમાં 23.9%નો ઘટાડો આવ્યો હતો. તેના પછી જૂનથી અનલોક શરૂ થયું. બજાર ધીમે ધીમે ખુલવા લાગ્યા, આથી આ વખતે ઘટાડો થયો પરંતુ 7.5% જેટલો. એટલે કે જીડીપી હવે રિકવર થવા લાગ્યો છે. શક્ય છે કે જ્યારે ત્રિમાસિક એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરના આંકડા આવ્યા તો જીડીપીમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો.જીડીપીને ઘટાડવા અથવા વધારવા માટે ચાર મહત્વના એન્જિન હોય છે. પ્રથમ છે, આપ અને અમે. આપ જેટલો ખર્ચ કરો છો, તે આપણી ઈકોનોમીમાં યોગદાન કરે છે. બીજું છે, પ્રાઈવેટ સેક્ટરનો બિઝનેસ ગ્રોથ. આ જીડીપીમાં 32 % યોગદાન આપે છે. ત્રીજું છે, સરકારી ખર્ચ. તેનો અર્થ એ થયો કે ગૂડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ કરવામાં સરકાર કેટલો ખર્ચ કરી રહી છે. તેનું જીડીપીમાં 11% યોગદાન છે. અને ચોથું છે, નોટ ડિમાંડ. આ માટે ભારતના કુલ એક્સપોર્ટને કુલ ઈમ્પોર્ટમાંથી બાદ કરવામાં આવે છે. કેમકે ભારતમાં એક્સપોર્ટના મુકાબલે ઈમ્પોર્ટ વધારે છે, આથી તેની ઈમ્પેક્ટ જીડીપી પર નેગેટિવ જ પડે છે.ઘણીવાર લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે જીડીપી ગ્રોથ રેટ ઓછો થઈ રહ્યો છે તો આપણે શું? આપણું શું બગડે છે? આપણે જાણ્યે-અજાણ્યે પણ એ વાતને નકારી દઈએ છીએ કે ઘટતા જીડીપીની અસર આપણા પર પડી નહીં. પરંતુ તેની અસર પડે પણ છે અને પડશે પણ.
  2.     પ્રથમ સમજાવીએ કે આપ પર કઈ રીતે તેની અસર પડી પણ ગઈ અને આપને વધારે અંદાજો પણ ન આવ્યો. કેમકે આ જીડીપીના જે આંકડા આવે છે, એ આપણી-આપની હાલત જ જણાવે છે. કેમકે આપણે ખર્ચ ઓછો કર્યો અને બચત વધારે કરી અને જ્યારે ખર્ચ વધારે થયો તો પ્રોડક્શન પણ ઓછું થયું, કેમકે તેને ખરીદનારા જ નહોતા. પ્રોડક્શન ઓછું થયું, તો જીડીપી પણ ઓછો થયો. જીડીપી તૂટવાની એક અસર એ પણ હોય છે કે તેનાથી કમાણી ઓછી થઈ જાય છે.હવે સમજાવીએ કે આપ પર તેની અસર કઈ રીતે પડશે? જે રીતે આપણે લોકડાઉનમાં અને તેના પછી અનલોકમાં પણ ખર્ચથી વધારે બચત કરી, કેમકે આપણે જાણતા હતા કે સ્થિતિ અત્યારે બરાબર નથી. એવું જ કંપનીઓ પણ કરે છે. ઘટતા જીડીપીથી બેકારીનો ખતરો વધી જાય છે. કંપનીઓ પોતાના ખર્ચ ઓછા કરે છે. તેનાથી નવી નોકરીઓ ઓછી થઈ જાય છે અને છટણી વધવા લાગે છે.આ અંગે કંઈ કહી શકાય નહીં પરંતુ ઘટતા જીડીપીની અસર રોજગાર પર જરૂર પડે છે.
  3.     અત્યારે ખાનગી એજન્સી સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી(સીએમઆઈઈ)એ ઓક્ટોબરમાં બેકારીના દરનો ડેટા જારી કર્યો છે. તેના પ્રમાણે, આપણા દેશમાં બેકારીનો દર ઓક્ટોબરમાં 6.98% રહ્યો. તેના અગાઉ સપ્ટેમ્બરમાં 6.67% રહ્યો હતો.તૂટતી અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટે સરકાર અત્યાર સુધીમાં 29.87 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપી ચૂકી છે. આ મહિને 12 નવેમ્બરે સરકારે આત્મનિર્ભર 3.0 પેકેજ જારી કર્યુ હતું, જે 2.65 લાખ કરોડ રૂપિયાનું હતું. આ પેકેજમાં સૌથી વધુ ફોકસ રોજગારી વધારવા પર મૂકાયું હતું. આ અગાઉ તહેવારોની સિઝનમાં માગ વધારવા માટે સરકાર 12 ઓક્ટોબરે 73 હજાર કરોડ રૂપિયાનું આત્મનિર્ભર 2.0 પેકેજ લઈને આવી હતી.જ્યારે, સૌપ્રથમ 12 મેના રોજ વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર 1.0 પેકેજની ઘોષણા કરી હતી, જે વાસ્તવમાં 20.97 લાખ કરોડ રૂપિયાનું હતું. જો કે, આ પેકેજની કેટલી અસર પડી, તેનો ખ્યાલ તો હવે પછી જ આવી શકશે.

Download Our B K News Today App



Related News