ડીસા ગાયત્રી પરિવાર દ્વારા એક સાથે ૧૫૧ પરિવારના ઘરોમાં યજ્ઞનું આયોજન કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:07:15
  • Views : 396
  • Modified Date : 2019-06-01 12:07:15

મનુષ્યમાં સાચા અર્થમાં ધ્યાન સમર્પણ અને માનવતાવાદી વિચારધારા સમાજ રાષ્ટ્ર અને સમર્થ શક્તિશાળી ઉર્જા વૃદ્ધિ થાય પર્યાવરણમાં વાયુની શુદ્ધિકરણ વગેરે અનેક ઉદ્દેશથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સમગ્ર માનવજાતને ઉજવળ ભવિષ્ય માટેની યોજનાને વેગવાન બનાવવામાં આવી રહી છે. ત્યારે ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આ વર્ષે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને ઉપાસના આંદોલન ઘોષિત કરવામાં આવ્યું છે. ત્યારે આચાર્યજીને સાચી શ્રદ્ધાંજલિ રૂપે ૨ જૂનના રોજ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ ઉપાસના આંદોલનના ભાગરૂપે ૨ લાખ ૪૦ હજાર ઘરોમાં એક દિવસે એક સાથે ગાયત્રી યજ્ઞ આયોજન માટે યોજના બનાવવામાં આવી છે. ગાયત્રી પરિવારના સ્વયંસેવકો ઉત્સાહભેર તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ડીસા શહેર અને ગામડામાં પણ ગાયત્રી યજ્ઞ આયોજન માટે સ્થાનિક કાર્યકર્તાઓએ પણ આ માટે ગામેગામ વિશેષ પ્રશિક્ષણ ચલાવી ૨ જૂને ડીસા શહેર અને ગામોમાં કુલ ૧૫૧ ઘર ઘરોમાં એક જ સમયે સામૂહિક ગાયત્રી યજ્ઞ આયોજન સંપન્ન થશે. આ રીતે જિલ્લામાં રાજ્યમાં રાષ્ટ્રમાં પણ ગાયત્રી પરિવારના સ્વયંસેવકો દ્વારા એકસાથે યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર માનવજાતને ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાગ સમર્પણ સત્કાયોની સુવાસભર્યુ વાતાવરણ યજ્ઞમાં હોમવામાં  આવનાર હિમાલયની જડીબુટ્ટીઓ દ્વારા વાયુ શુદ્ધિકરણ પર્યાવરણ બચાવ અને તેમાં યજ્ઞમા લોકશિક્ષણ રૂપે સંસ્કાર માટે માર્ગદર્શન વ્યસન મુક્તિ  સ્વાસ્થ્ય સંવર્ધન કુરિવાજ નાબુદી મહિલા જાગૃતિ માટેના પ્રયાસ દ્વારા માનવ માત્ર પરિવાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી દિશામાં આગળ પ્રગતિ માટે  આ વિરાટ આયોજન ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આયોજન  ઉત્સાહભેર કરવામાં આવ્યું છે



Download Our B K News Today App



Related News