બાથરૂમમાં લાગેલા ગેસ ગીઝરથી યુવાન બેભાન,પત્નીએ દરવાજો તોડી જીવ બચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 13:35:06
  • Views : 478
  • Modified Date : 2020-02-19 13:35:06

પાલનપુરમાં ગેસ ગીઝર સિન્ડ્રોમથી યુવાનનો જીવ જતા-જતા રહી ગયો હતો. બાથરૂમમાં 20 મિનિટ સુધી બેહોશ રહ્યા બાદ પત્નીએ દરવાજો તોડી હોસ્પિટલમાં ખેસડતા સદનસીબે જીવ બચ્યો હતો. શિયાળામાં પાણી ગરમ કરવા ઉપયોગમાં લેવાતા ગેસ ગીઝરને બાથરૂમની બહાર રાખવા તબીબોએ સલાહ આપી છે. કડકડતી ઠંડીમાં ગરમ પાણી માટે ગેસ ગીઝરના ઉપયોગ થવા લાગ્યા છે. પરંતુ ગેસ ગીઝરથી જીવનું જોખમ પણ બની શકે છે. પાલનપુરમાં ખાનગી પેઢી ગૃહફાયનાન્સમાં નોકરી કરતા મુકેશભાઈ નાયક સોમવારે સવારમાં તેમના ઘરના બાથરૂમમાં સ્નાન કરતી વખતે ગેસ ગીઝરના ગેસના ગૂંગળામણ લીધે 20 મિનિટ સુધી બેભાન થઇ ગયા હતા. મોડા સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પત્નીએ બાથરૂમનું દરવાજો તોડી તાત્કાલીક પાલનપુરના તબીબ સુરેન્દ્ર ગુપ્તાની હૉસ્પિટલમાં લાવ્યા આવ્યા હતા. જ્યાં સમયસર સારવારના લીધે તેમનો જીવ બચી ગયો હતો. ડો.સુરેન્દ્ર ગુપ્તાએ બાથરૂમમાં ગરમ પાણી માટે ગેસ ગીઝરનો ઉપયોગ કરતા લોકોને સલાહ આપતા જણાવ્યું હતું કે "ગેસ ગીઝર બાથરૂમની અંદર નહીં પણ બહારની સાઈડ ફિટિંગ કરાવવું જોઈએ. બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ કરતી વખતે કાર્બન ડાયોક્સાઇડ અને મોનો ડાયોક્સાઇડ નામના ઝેરી તત્વથી બંધ બાથરૂમમાં શ્વાસ લેવાની મુશ્કેલી પડે છે અને ઘણી વખતે વ્યક્તિ બેભાન અવસ્થામાં જીવ પણ ગુમાવાનો વારો આવે છે.’ મુકેશભાઈ નાયકએ જણાવ્યું હતું કે "મને અચાનક શ્વાસ લેવાની તકલીફ પડવા લાગી અને હું કંઈક સમજુ તે પહેલા જ બંધ બાથરૂમમાં બેહોશ થઇ ગયો હતો. જો કે મારી પત્નીની સતર્કતાથી મારો જીવ બચી ગયો છે ફરી આવી ઘટના ના બને તે માટે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.’

Download Our B K News Today App



Related News