ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી અમદાવાદ તાપમાન વધતા યલો એલર્ટ જાહેર કરી દેવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 12:00:46
  • Views : 380
  • Modified Date : 2019-05-14 12:00:46

અમદાવાદ શહેરમાં વધતા તાપમાન વચ્ચે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેથી તંત્ર ફરી એકવાર સક્રિય થઇ ગયું છે. મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૮ સુધી પહોંચ્યું હતું જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૨થી ઉપર પહોંચી ગયો તો જેમાં પાટનગર ગાંધીનગરમાં પારો ૪૨,
સુરેન્દ્રનગરમાં ૪૨, રાજકોટમાં ૪૨.૩ સુધી પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદ માટેની આગાહીમાં પારો ૪૧ દર્શાવવામાં આવ્યો છે. હિટવેવની કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ અને કચ્છમાં પવન ફુંકાવવાની શક્યતા દેખાઈ રહી છે.
૩૦-૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદી ઝાપટા ઉત્તર ગુજરાતમાં થઇ શકે છે. હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. યલો એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેટલીક સલાહ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની Âસ્થતિ જાવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે

Download Our B K News Today App



Related News