મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છુ રવિ કિશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 16:05:26
  • Views : 484
  • Modified Date : 2020-01-07 16:05:26

મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ અને બ્રહ્મગૌરવ એવોર્ડમાં આવેલા ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રસિદ્ધ અભિનેતા અને ગોરખપુરના સાંસદ રવિ કિશન શુક્લના આ શબ્દો હતા. હાલમાં જ ૩૧ ડિસેમ્બરના રોજ રવિ કિશનના પિતા  શ્યામનારાયણ શુક્લજીનું નિધન થયુ હતુ. છતાં પણ બ્રહ્મસમાજનો કાર્યક્રમ હોવાથી રવિ કિશને ખાસ હાજર રહીને  સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ને બળ પુરૂ પડ્‌યું હતું. તેમને જણાવ્યું હતું કે મારા નાનાભાઈ દિવ્ય ત્રિવેદીને મેં વચન આપેલું હતું કે હું કાર્યક્રમમાં ઉપસ્થિત રહીશ અને હાજર રહીને  આ વચન પુરૂ કર્યુ છે. આ સંસ્કાર મને મારા પિતા તરફથી મળેલા છે કે આપેલું વચન પાળવું. વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ અન્ય સમાજનો હરહંમેશ પૂરક રહ્યો છે. બ્રહ્મસમાજે કાયમ સ્વનો નહિ સમસ્તનો વિચાર કર્યો છે. બ્રહ્મસમાજ દરેક સમાજનો માર્ગદર્શક રહ્યો છે. દરેક બ્રાહ્મણોને પોતાનામાં રહેલું બ્રહ્મત્વ જગાડીને સમાજ સેવાથી રાષ્ટ્ર સેવા તરફ આગળ વધવું જોઈએ. આ દરેક બ્રાહ્મણોની ફરજ છે. ગુજરાતે દેશને અનેક સપૂત આપ્યા છે. હાલમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતની ધરતીએ રાષ્ટ્રહિતમાં સમર્પણ કરીને એક ઋણ અદા કર્યુ છે. જે ભારતવર્ષ ક્યારેય નહિ ભૂલી શકે. ઉલ્લેખનીય છે કે ભોજપુરી ઇન્ડસ્ટ્રી  સ્થાપના 




Download Our B K News Today App



Related News