પાલનપુર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વસતા જરૂરિયાતમંદ લોકોને પગરખાં તેમજ કપડાં વિતરણ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:24:09
  • Views : 449
  • Modified Date : 2019-04-23 05:24:09

પાલનપુર શહેરમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ  ચિરાગભાઈ સી વૈષ્ણવની સૂચના તથા રમીલાબેન અમૃતભાઈ  પટેલ (દાતા) ના સહયોગથી પગરખા તથા કપડાં વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં નિરવભાઈ પઢીયાર (પ્રમુખ, જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત), તોલારામભાઈ પાગરાની (જિલ્લા ઉપપ્રમુખ), હિતેશભાઈ પરમાર (પ્રમુખ, પાલનપુર તાલુકા), બ્રિજેશ ચૌધરી (ઉપપ્રમુખ), સુનિલભાઈ ઠાકોર (પ્રમુખ), જયપ્રકાશભાઈ, રતનેશભાઈ, વીરેન્દ્રભાઈ કપૂર (મીડિયા પ્રભારી) તેમજ સમસ્ત જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News