મહિલા વકીલે ગટગટાવી ઝેરી દવા, સારવાર દરમિયાન મોત : સાસરીયાનાં ત્રાસથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 16:40:42
  • Views : 704
  • Modified Date : 2019-12-23 16:40:42

સુરત શહેરનાં ઓલપાડ દિહેણ ગામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. લગ્ન જીવનનાં ત્રણ વર્ષમાં નિ:સંતાન પરિણીતાને સાસરિયા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતાં. દહેજની માંગ કરતા આ મહિલા વકીલએ ઝેરી દવા પી લીધી હતી. જેમનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઓલપાડ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડનાં દિહેણ ગામની 26 વર્ષની રીંકલ પટેલનાં ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. આ પરિણીતાનો પતિ ધવલ પટેલ બેંકમાં કેશિયર તરીકે કામ કરતાં હતાં. પરિણીતા પોતે વકીલ હતા. જોકે મૃતકનાં પરિવારનો આક્ષેપ છે કે, છેલ્લા 6 મહિનાથી સાસુ તેમની દીકરીને છૂટાછેડાનું દબાણ કરતી હતી. અને આ ઉપરાંત અવારનવાર ત્રાસ આપીને તેને હેરાન કરવામાં આવતી હોવાને કારણે મહિલા વકીલ 6 મહિના પોતાના પિયરમાં પણ રહી હતી.જોકે બાદમાં આ પરિણીતા થોડા દિવસો પહેલા પોતાના સાસરે પરત આવી હતી. જે બાદ 20મી ડિસેમ્બરે સાંજે તેણે પોતાની માતા સાથે વાત કરી હતી. જે બાદ તેણે ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા વકીલ નું ફોરેન્સિક પી.એમ પણ કરવામાં આવ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે મૃતકને જબરદસ્તી ઝેરી દવા પીવડાવામાં આવી છે.

Download Our B K News Today App



Related News