પાદરામાં ગણપતિ આગમનની સવારીમાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:44:28
  • Views : 441
  • Modified Date : 2019-08-30 12:44:28

વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુંવડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા ગુરૂવારે મોડી રાત્રે ગણપતિ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણપતિ પ્રતિમાની સવારી નીકળી હતી. આ સમયે લાઇટિંગના ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇટેન્શન લાઇનના વીજ તારને અડી જતા રાહુલસિંહ પ્રવિણસિંહ પરમાર (24)ને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે પાદરા તાલુકાના ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નીપજ્યું હતું.ગણપતિ ઉત્સવની સવારી દરમિયાન મોતથી ગમગીનીગણપતિ ઉત્સવના આગમનની સવારે સમયે જ વીજ કરંટથી યુવાનનું મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.અંકલેશ્વરમાં બે યુવકના મોત બાદ બીજી ઘટના બની તાજેતરમાં જ અંકલેશ્વરમાં ગણપતિની સવારી દરમિયાન વીજ કરંટ લાગતા બે યુવાનના મોત નીપજ્યા હતા. આ ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં ફરીથી ગણપતિની સવારી દરમિયાન પાદરામાં એક યુવકનું મોત નીપજ્યું છે.

Download Our B K News Today App



Related News