ખોડલામાં એરંડાના પાકની બાજુમાં ઉગાડેલા ગાંજા સાથે ખેડૂત ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 12:31:13
  • Views : 1099
  • Modified Date : 2020-03-19 12:31:13

 ખોડલા ગામે ખેતરમાં એરંડાના પાકની બાજુમાં ગાંજો ઉઘાડી તેની ખેતી કરતાં ખેડૂતોને તાલુકા પોલીસે મંગળવારે ઝડપી પાડી તેની પાસેથી ગાંજાના 141 છોડ કિંમત રૂ.1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના ખોડલા ગામે રહેતા વાલાભાઇ કાનજીભાઇ જુડાલના ખેતરમાં મંગળવારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી. અને ખેતરમાં એરંડાના વાવેતરની બાજુના એક ક્યારામાં છૂટો છવાયા ઉગાડેલા ગાંજાના 141 છોડ મળી કુલ 18.865 કિલો ગાંજો કિંમત રૂ.1, 13,190નો મળી આવતાં પોલીસે વાલાભાઇ કાનજીભાઇ જુડાલની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News