પાલનપુર ગંજમાં 78 હજાર બોરી મગફળીની આવક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 12:40:31
  • Views : 518
  • Modified Date : 2020-07-04 12:40:31

પાલનપુર ગંજ બજારમાં ગત વર્ષ કરતા મગફળીના ભાવમાં રૂપિયા 200 જેટલો વધારો નોંધાતા ખેડૂતોએ મોટાભાગની મગફળીનું વેચાણ કર્યું છે. જેને લઇ ગંજબજારમાં સપ્તાહમાં જ 78,000 થી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ છે. પાલનપુરના ગંજ બજારમાં સપ્તાહમાં જ 78  હજાર બોરી મગફળીની આવક નોંધાઇ છે. જે અંતર્ગત  શુક્રવારે 14798 બોરી,  શનિવારે 148738  બોરી, સોમવારે-15656 બોરી, મંગળવારે 11259 બોરી, બુધવારે 9614 બોરી, ગુરુવારે-6037 ઓરી અને શુક્રવારે 6790 બોરી મળી કુલ 78987 બોરી મગફળીની આવક નોંધાઇ હતી. સુપરવાઇઝર લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘સપ્તાહના શરૂઆતના પાંચ દિવસ સુધી ગંજબજારમાં રોજની 15 હજાર બોરી જેટલી મગફળીની આવક નોંધાઇ હતી. ભાવમાં ગત વર્ષ કરતા 200 રૂપિયા જેટલો વધારો મળતા મોટાભાગના ખેડૂતોએ મગફળી વેચી નાખી છે. જેના કારણે ગંજ બજારમાં વિપુલ પ્રમાણમાં મગફળીની આવક નોંધાઇ છે. ગત વર્ષે મગફળીના ભાવ 700 થી 1000 રૂપિયા જેટલા રહ્યા હતા. જ્યારે આ વર્ષે 900 રૂપિયાથી 1200  રૂપિયા સુધીનો  સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.

Download Our B K News Today App



Related News