ભાભરના મીઠામાં ઘઉં,એરંડાની આડમાં ગાંજાની ખેતી કરતો ખેડૂત ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:56:09
  • Views : 434
  • Modified Date : 2020-03-18 11:56:09

 ભાભર તાલુકાના મીઠા ગામે ઘંઉ અને એરંડાના ખેતરમા ગાંજાનંુ વાવેતર કરતા ખેડુતને પોલીસે ઝડપી પાડી નાર્કોટીકસ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ભાભર તાલુકાના મીઠા ગામે ખુમાજી રામજીજી ઠાકોર તેના ખેતરમાં વાવેલા ઘંઉ અને એરંડાના ખેતરો વચ્ચે ગાંજાની ખેતી કરતો હોવાની બાતમીને આધારે પોલીસે સોમવારે રેડ કરી ખેતરમાં બેઠેલા ખુમાજીની પુછપરછ કરી હતી. જોકે શરુઆતમાં ગલ્લા તલ્લા કરતાં ખુમાજીએ આખરે પોલીસને તેમના ખેતરમાં એરંડા અને ઘંઉની વચ્ચે વાવેલા ગાંજાના છોડ બતાવ્યા હતાં. જેની તપાસ કરતાં લીલા રંગના પંજાકાર, અણીદાર પાનવાળા, ચાર થી પાંચ ફુટના ઉંચા ગાંજાના કુલ 838 ગાંજાના છોડનુ વાવેતર કરાયુ હતુ. રૂપિયા 2.90 લાખની કિમંતના 838 ગાંજાના છોડનંુ વજન 29 કિલોગ્રામ થયુ હતુ. ગાંજો કબ્જે કરી પોલીસે ગાંજાનંુ વાવેતર કરનાર ખેડુત ખુમાજી રામજીજી ઠાકોરની ધરપકડ કરી નાર્કોટીકસ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News