સેદલા ગામની સીમમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર કરતો ખેડૂત ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-20 10:48:27
  • Views : 466
  • Modified Date : 2020-03-20 10:48:27

થરાદના સેદલા ગામની સીમમાં રજકાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતા ખેડુતને પોલીસે બુધવારે સાંજે ઝડપી પાડયો હતો. જેની પાસેથી 119 કિલો ગાંજો રૂ. 11.96 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સેદલા ગામે માવાભાઇ ખીમાભાઇ પટેલે પોતાના રજકાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે પોલીસે બુધવારે સાંજે રેડ કરતાં ખેતરમાં રજકાની વચ્ચે ગાંજાના છોડનુ વાવેતર કરેલું જોવા મળ્યું હતું. જે અંગે ખેડુતની વધુ પુછપરછ કરતાં તેણે અજાણતા થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાવેતર કરાયેલો 119 કિલો ગાંજો કિંમત રૂ.11.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખેડુત માવાભાઇ ખીમાભાઇ પટેલ વિરુદ્ધ નાર્કોટીકસ એકટ અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News