ધાનેરા તાલુકાના માલોત્રા ગામે શોભાયાત્રા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 13:16:39
  • Views : 473
  • Modified Date : 2019-06-13 13:16:39

ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે ગંગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને આ શોભાયાત્રા એ  સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી હતી. તેમજ પધારેલ સાધુ સંતોએ આશીર્વાર્દ આપ્યા હતા. ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ગંગેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે માલોત્રા ગામમાં ભવ્ય જળયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી જેમાં માલોત્રા તેમજ આજુબાજુના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા અને જળયાત્રા સમગ્ર ગામની પ્રદક્ષિણા કરીને નિજ મંદિર પહોચી હતી. ત્યાં મોટી સંખ્યામાં પધારેલા સંતો રાજસ્થાનના વડગામ મઠના ગાદીપતિ શ્રી ૧૦૦૮ લહેર ભારથીજી મહારાજ, રાજસ્થાનના પીઠાધીશ્વર શ્રી રાજેશ્વર ભગવાન અન્નપૂર્ણા આંજણી માતા ચેંડા ધામ  શ્રી ૧૦૦૮ શ્રી સાધ્વી શ્રી ભગવતીબાઈ માતાજી, ધાનેરા જીવાણા મઠના ૧૦૦૮ રતનગિરિજી મહારાજ તેમજ આજુબાજુ માંથી સાધુ-સંતો મોટી સંખ્યામાં આશીર્વચન આપવા માટે આવ્યા હતા. આ પ્રસંગે  શ્રી ૧૦૦૮ સાધ્વી શ્રી ભગવતીબાઇ માતાજીએ જણાવેલ કે લોકો મોટા મોટા મંદિરો બનાવીને ગામની શોભા વધારી રહ્યા છે તે ગામનું ભાગ્ય છે. પરંતુ ગ્રામજનો દ્વારા એક એવા મંદિરનું નિર્માણ કરો કે તેમાં આજનું ભાવી ભક્તિ કરે અને તે છે શિક્ષણનું મંદિર તમામ લોકો હર્ષ ઉલ્લાસ સાથે ભેગા મળીને ગામે ગામ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે મંદિરો બનાવો અને તે પણ ગરીબોના બાળકોને બહાર જવુ ના પડે તો આ મંદિરમાં બેઠેલો મારો નાથ તમારા ઉપર હાલ જ આર્શીર્વાદ આપે છે . તેના કરતાં ૧૦૦ ઘણાં આર્શીર્વાદ આપશે.ગામ લોકો દ્વારા દર્શનાર્થે આવનાર તેમજ સમસ્ત ગ્રામજનો માટે ભોજનપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.


Download Our B K News Today App



Related News