નવા વર્ષ 2076માં કોમોડિટી કારોબારમાં મંદીથી 'શ્રીગણેશ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 14:41:42
  • Views : 371
  • Modified Date : 2019-11-04 14:41:42

ક્રમ સંવત ૨૦૭૬નું નવું વર્ષ કોમોડિટી સેક્ટર માટે અનેક પડકારો લઈને આવ્યું છે. વર્ષ ૨૦૭૫માં આર્થિક મંદીની અસરોના કારણે મોટા ભાગના સેક્ટરમાં કારોબારનો કોઈ દમ રહ્યો નથી. વર્ષ ૨૦૭૪થી ય્જી્ અને નોટબંધીને લઈને ઘણા બધા સંશોધનો બાદ વેપારની ગાડી માંડ પાટા ઉપર ચડી ત્યારે વાયદા બજારોમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓને કારણે વેપારમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. 

વર્ષ ૨૦૭૫ના અંતમાં એરંડા વાયદામાં સરેરાશ મોટે પાયે નુકસાન થતા વેપારીઓ દલાલોનો દમ નીકળી ગયો છે. એરંડાનું સૌથી વધુ ૨૮ ટકા અને ગવાર ગમમાં ૨૬ ટકાનું નુકસાન થયું છે. આ ઉપરાંત જીરામાં સરેરાશ ૨૦ ટકા, હળદરમાં ૧૧ ટકા ધાણામાં સાત ટકા, કપાસમાં ૧૦ ટકા અને ગવાર સીડમાં ૧૬ ટકા વેપારમાં નુકસાન થતા કૃષિ વાયદાના ભુંડા હાલ જોવા મળેલ છે.

બીજી તરફ બુલિયન અને કાચા તેલમાં બજારોમાં અતિશય તેજીને કારણે ઘરાકી ઉપર નોંધપાત્ર અસર પડી છે. વર્ષ ૨૦૭૫માં એગ્રી કોમોડિટીમાં વેપાર મોટા ભાગે નિરાશાજનક પુરવાર થયા છે.  આ વર્ષે ચોમાસુ સોળ આની રહેતાં આગામી રવિ પાકમાં વિપુલ ઉત્પાદન થવાની વકીએ નવા વર્ષે એગ્રી કોમોડિટીમાં જીરૂ, કપાસ, ગવાર-ગમ, ધાણા- જીરૂ, એરંડા જેવા પાકોમાં બજારો રોકાણકારો માટે હોટ ફેવરિટ બને તેવી આશા છે.

આગામી સમયમાં ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ વૈશ્વિક પરિબળો ઉપર તેજી- મંદીનો આધાર રહેલો છે. જો ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બને તો દેશમાંથી એગ્રી કોમોડિટીની નિકાસ ઉપર અસર પડે તેમ છે. અને તેની સામે આયાત વધી શકે છે. જો કે નિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પોઝીટીવ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેના માટે નિકાસ સબસીડી તથા ઇન્સેન્ટીવ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવકો ડબલ કરવાના નિર્ધાર સાથે ટેકાના ભાવોમાં વધારો કરવાથી લઈને ખેત પાકોની ઉંચી કિંમતો મળે તે માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ પણ સરકારે શરૂ કરી છે. કૃષિ વાયદાઓમાં ગયા વર્ષે થયેલી સટ્ટાકીય ભરપૂર પ્રવૃત્તિઓને કારણે વેપારીઓ તથા ખેડૂતોનો ગુસ્સો આસમાને છે.

કૃષિ વાયદાને શરૂ કર્યાને આજે પંદર વર્ષ ઉપરાંતનો સમય પસાર થવા છતાં હજુ પણ ઇ: ઘ ચાલી રહ્યું છે. પ્રોપર સીસ્ટમના અભાવે નિર્દોષ વેપારીઓ, ખેડૂતો તથા રોકાણકારોનો આર્થિક ભોગ લેવાયો છે. સટ્ટાકીય તોફાનોમાં કેટલાયના કારોબાર બંધ થતા નવા વર્ષ ૨૦૭૬માં મંદીથી શરૂઆત થઈ છે. સેબી તથા સરકાર પણ તમાશો જોઈ રહી છે. દોષિતોને આકરા પગલાના અભાવે વિશ્વસનીયતા જીરો થઈ ગઈ છે.

એગ્રી કોમોડિટીમાં કેટલીય કંપનીઓ દ્વારા પાકોના ઉત્પાદનમાં મૂકવામાં આવતા અંદાજોમાં ભારે પોલ હોવાના કારણે ઘણીવાર ગણત્રીઓ ખોટી પડે છે. ખુલતા વેકેશનમાં આવકોનું પ્રેશર કેવું રહે છે તેની ઉપર બજારની ચાલ નક્કી થશે તેમ છે. આ વખતે કોમોડિટી માર્કેટને પ્રોત્સાહન આપવા માટે નાણાં વિભાગે ઓપ્શન કોન્ટ્રાક્ટ લોન્ચ થનાર છે.

સોનું, કાચું, તેલ, ગવાર સીડ, તેલીબિયા જેવા કોમોડિટી સામેલ કરેલ છે. જો કે હાલમાં એગ્રો કોમોડિટીમાં મોટા ભાગના એક્સચેન્જોમાં વોલ્યુમ તળિયે આવી ગયા છે. ઓપ્શનની સુવિધાથી કોમોડિટી માર્કેટમાં હેજીંગ કરવાવાળાઓની ભાગીદારી વધી શકે છે.

નવા વર્ષ ૨૦૭૬માં એગ્રી કોમોડિટીમાં વિપુલ ઉત્પાદનની સંભાવનાઓ હોવાને કારણે વેપારોમાં ચોકસાઈ જરૂરી બની રહેશે. મસાલા, દાળો, તેલિબીયા, અનાજમાં ભરપુર ઉત્પાદનની ભીતિએ આગામી માંગ ઉપર તેજી મંદીનો આધાર જોવા મળી રહ્યો છે.

બીજી તરફ બુલિયન માર્કેટમાં સોના- ચાંદીના ઉંચા ભાવોને કારણે ઘરાકી ઉપર અસર પડી છે. તેમ છતાં ગ્રાહકોના આકર્ષણ માટે ઘડામણ ઉપર ૫૦ ટકા ઉપરાંતની છૂટ આપીને પણ મહત્તમ વેપાર થાય તેવા પ્રયત્નો ઝવેરી બજારે કર્યા છે. જો કે, દિવાળી અગાઉ શેરબજારમાં તેજીનો ભારે ચમકારો રહેતાં સોના- ચાંદી બજારોમાં ઘરાકીને સપોર્ટ રહે તેવો માહોલ મળતા ઝવેરીઓએ રાહતનો દમ ખેંચ્યો છે. ગત વર્ષે સોનાની માંગ મોટા ભાગના દેશોમાંથી રહેતાં તેજીને ભારે સપોર્ટ રહ્યો હતો.

સામાન્ય રીતે સોનું બીજા ચલણની ગરજ સારે છે. છેલ્લા એક દાયકામાં ડોલર, યુરો, રેનેબી વગેરે ચલણોએ પોતાનું મૂલ્ય ઘટાડયું છે. પરંતુ સોનાનું મૂલ્ય ઘટતું નથી. હાલમાં વિશ્વમાં ચાલી રહેલ પરિબળો જોતાં વર્ષ ૨૦૭૬માં પણ સોનાની ચાલ તેજીની રહેશે તેવા અહેવાલો છે. સોનું થોડોક પોરો ખાઈને તેજીની દિશામાં સતત ચાલશે તેવું વિશ્લેષકોનું અનુમાન છે. રોકાણકારો હજી પણ અમેરિકા- ચીન વચ્ચે વેપાર સમાધાનની ચર્ચા તેમજ બ્રેક્ઝિટ ઉપર પણ નજર રાખી રહ્યા છે. હાલમાં સોનાના ભાવો ૩૭૯૦૦ તથા ચાંદીના ભાવો ૪૫૫૦૦ની આસપાસ છે.

વર્ષ ૨૦૭૫માં સોનામાં ૨૧ ટકા અને ચાંદીમાં ૧૮ ટકા વળતર રોકાણકારોને મળેલ છે. પહેલી નવેમ્બરે લાભપાંચમના દિવસે નવા વર્ષના મુહૂર્તે વેેપારો કેવા મથાળે રહે છે તેની ઉપર બજારની ચાલ જોવા મળશે તેમ છે. સોનાની સમાંતર ચાંદી બજારમાં વધતી માંગ સામે બજાર તેજી તરફી ચાલ રહેશે તેમ છે. ચાંદીમાં કરેલું રોકાણ પણ લાભકારક રહેશે. નવા વર્ષે અમે પણ વાચકોને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. વિક્રમ સંવત ૨૦૭૬માં આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

Download Our B K News Today App



Related News