ગાંધીનગરમાં આસુસ એક્સ્લુઝિવ સ્ટોર શરૂ કર્યાની આસુસે ઘોષણા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 13:54:34
  • Views : 510
  • Modified Date : 2019-12-05 13:54:34

ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈન્ડિયાએ ગાંધીનગરમાં તેના નવા સ્ટોરના લોન્ચની ઘોષણા કરી છે. આસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જિજ્ઞેશ ભાવસાર અને સ્ટોરના માલિક જગદીશ દુધાતે આસુસ એક્સ્લુઝિવ સ્ટોરનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ સ્ટોરમાં વ્યાપક રેન્જમાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર હાડર્વેર ઓફ ગેમર્સ (આરઓજી) લેપટોપ્સ સામેલ છે. બ્રાન્ડનો નવા આસુસ એક્સ્લુઝિવ સ્ટોર સ્કાય ડોટ્‌સ સીસ્ટમ, ગ્રાઉન્ડ ફ્લોર શાલિન કોમ્પ્લેક્સ, સામે એચપી- પેટ્રોલ પમ્પ, સેક્ટર-૧૧,, ગાંધીનગર ખાતે સ્થિત છે. આ નવા સ્ટોરની અજૂઆત એ આસુસની તેની માર્કેટમાં ઉપસ્થિત વિવિધ માર્કેટ ટીઅર્સમાં વિસ્તરિત કરવાના વિઝનનો એક હિસ્સો છે  અને તે આ નાણાકીય વર્ષના અંત અગાઉ ૧૦૦ સ્ટોર શરૂ કરવાનો હેતુ ધરાવે છે. આ સ્ટોર યુઝર્સને બ્રાન્ડના અદ્યતન અને ફ્લેગશીપ  પ્રોડક્ટ્‌સમાં સરળ એકસેસ યુઝર્સને આપશે. રસ ધરાવતા ગ્રાહકો ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને એસસસની વીવોબૂક, ઝેનબૂક, ઝેનબૂક-ફ્લીપ, ઝેનબૂક ડ્યુઓ અને રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) લેપટોપ્સ સહિતની ઈનોવેટિવ અને નવીનતમ પ્રોડક્ટ્‌સનો અનુભવ લઈ શકે છે.  આસુસ ઈન્ડિયાના કમર્શિયલ અને ગોમિંગ પીસીના બિઝનેસ હેડ- કન્ઝ્યુમર આર્નોલ્ડ સુએ કહ્યુ હતુ, અમે ગાંધીનગરમાં આસુસ સ્ટોરના લોન્ચની ઘોષણા કરતા ઘણાં આનંદિત છીએ. નવા સ્ટોરના લોન્ચ સાથે, ‘‘ સફળતાપૂર્વક આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૧૦૦ નવા સ્ટોર્સ શરૂ કરવાના અમારા વિઝનને વેગ મળ્યો છે. આસુસ રિટેલ ટેકનોલોજીને રિઈન્વેન્ટ કરે છે, જેથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રી અને ગ્રાહક અનુભવને આગળ વધારી શકાય. રસ ધરાવતા યુઝર્સ ગમે ત્યારે સ્ટોરની મુલાકાત લઈને તેમના હાથ આસુસની ઈનોવેટિવ અને કટિંગ-એજ પ્રોડક્ટસ પર હાથ અજમાવી શકે છે. આસુસ એક્સ્લુઝિવ સ્ટોર્સ ઉપરાંત, આસુસ રિલાયન્સ ડિજિટલ અને ક્રોમાં જેવા અન્ય ચાર્જ ફોર્મેટ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો સાથેના મજબૂત જાડાણ પણ ધરાવે છે. ભારતમાં ૬૦૦થી વધુ જિલ્લાઓમાં અમુક હજાર રિસેલર્સ સાથે મજબૂત રિટેલ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંત એસસસની ઓનસાઈટ સર્વિસમાં ઉપસ્થિત ભારતભરમાં ર૦૦૦૦ થી વધુ પિન કોડ્‌સમાં વ્યાપેલી ઓફલાઈન કનેક્ટની વાત કરીએ તો એસસસ સક્રિય રીચે ઈકોમર્સ પ્લેટફોર્મ્સ જેમકે ફ્લિપકાર્ડ, એમેઝોન અને પેટીએમ સાથે ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી કટિંગ એજ ઈનોવેશન ઈચ્છતા તેના મહત્વાકાક્ષી યુઝર્સ સાથે જાડાવા માટે સહયોગ સાધે છે. 


Download Our B K News Today App



Related News