ગાંધીજી, કલામનો પ્રિય ગ્રંથ-ગીતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:33:12
  • Views : 748
  • Modified Date : 2019-05-07 11:33:12

મહાત્મા ગાંધી હોય કે સ્વ.રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ. કોઈ રમતવીર હોય કે મેનેજમેન્ટ એક્સ્પર્ટ ગીતા વિવિધ ક્ષેત્રના લોકો એનું વારંવાર પઠન કરે છે જે દર્શાવે છે કે ગીતાનું ફલક કેટલું ફેલાયેલું છે. ભૂતપુર્વ રાષ્ટ્રપતિ મર્હુમ ડા. એપીજે અબ્દુલ કલામના જીવનમાં કુર્રાન તેમજ ગીતાનું અદકરૂં મહ¥વ રહ્યું હતું. તેમણે આજીવન ગીતાનો અભ્યાસ કર્યો હતો. તેમનાં જીવનમાં જે આધ્યાÂત્મકતા હતી એમાં ગીતાની ભુમિકા રહેલી છે એવું તેઓ સ્વીકારતા હતા.ગાંધીના જીવનમાં તો ગીતાએ જબરૂં પરિવર્તન લાવ્યું હતું. તેમણે ગીતાને પોતાનો આધ્યાÂત્મક નિદાન ગ્રંથ લેખાવ્યો હતો. ગાંધીજીએ ચાર નવેમ્બર, ૧૯૩૦ના રોજ લખ્યું છે કે, ‘‘હું તો મારી બધી મુશ્કેલીઓમાં ગીતામાતા પાસે દોડી જાઉં છું, ને આજ લગી આશ્વાસન મેળવી શક્યો છું.’’ સંસ્કૃતિમાં ગવાયેલી ગીતાનો ગાંધીએ ગુજરાતીમાં ‘અનાસÂક્તયોગ’ નામે જે તરજુમો રજુ કર્યો છે. ‘અનાસÂક્તયોગ’ પુસ્તકરૂપે ૧ર.૩.૩૦ના રોજ એટલે કે દાંડીકુચના દિવસે પ્રકાશીત થયું હતું. એ ઉપરાંત ગાંધીજીએ ગીતાબોધ નામની એક પુÂસ્તકા પણ આપી છે. ગીતાબોધના અધ્યાય ગાંધીજીએ સન ૧૯૩૦થી ૧૯૩રના જેલવાસ દરમ્યાન લખ્યા હતા.ગીતોને ઘરનાં મંદિરના ઘોખલામાં મુકી રાખીને તેના પરકંકુ-તિલક કરવાની કે તેની આરતી ઉતારવા કરતાં તેનું નિયમિત વાંચન થાય એ તેની ખરી પૂજા છે. કોઈ ઘરમાં ગીતાનું પુસ્તક વારંવાર વંચાઈને વેરવિખેર અવસ્થામાં હોય અને કોઈ ઘરમાં વંચાયો   માત્ર મંદિરમાં પડ્યું રહેતું હોય તો ખરો પુજક તેની પૂજા કરનારો નહીં પણ તેને વાંચનારો છે. ગીતા એ એવો ગ્રંથ છે કે જે રણસંગ્રામ વચ્ચે તલવાર ખેંચીને ઉભેલી બે સેનાઓની વચ્ચોવચ જઈને ગુરૂ શિષ્ય વચ્ચે જઈને ગુરુ-શિષ્ય વચ્ચે થયેલો સંવાદ છે. ગીતા એ એવો ગ્રંથ છે જેમાં વિષાદને પણ યોગની ગરિમા મળી છે. ગીતા એ એવો ગ્રંથ છે જેમાં અર્જુને પુછેલા એક પછી એક પ્રશ્નો અને ભગવાને આપેલાં ઉત્તરો માનવને ક્રમિક રીતે ઉન્નતિ તરફ લઈ જવાના માપદંડ સમાન છે. સ¥વ-રજસ-તમસ વચ્ચેનો તાÂ¥વક ભેદ ગીતા સમજાવે છે. અહમ્‌શુન્ય થવાની ગુરુચાવી ગીતામાં ભગવાને કહી છે. કામ-ક્રોધ-લોભથી મુÂક્ત કેવી રીતે મેળવી શકાય એ ગીતામાં દર્શાવાયું છે. અહીંસા જીવનમાં કેવી રીતે વિકસાવી રકાય એના તબક્કા ગીતામાં કૃષ્ણે બતાવ્યા છે. મેનેજમેન્ટથી મોક્ષ સુધીના ક્ષેત્ર ગીતાએ આવરી લીધાં છે. ગીતા ભારતીય ત¥વજ્ઞાનનો નિચોડ છે. એ જ્ઞાતિ, ધર્મ, સંપ્રયદા, પંથ, સીમડાઓ અને માન્યતાઓથી પર ગ્રંથ છે. ગીતાએ એવો ગ્રંથ છે કે જેનો મહિમા ભલે એની જયંતી નિમિત્તે ગવાય પણ એનું પઠન તો વર્ષભર થવું જાઈએ. જીવનના અલગ અલગ તબ્ક્કે ગીતામાંથી નિત્ય નવનીત મળતું રહે છે. વારંવાર એનું વાચન કરવાથી જીવન વધારે ઊજળું થતું રહે છે. ગીતાનું  ગિરિશિખર ભગવાન કૃષ્ણનાં બોધ વચનો છે. અર્જુને પણ એનું શ્રેય દેવું ઘટે, કારણ કે, તેને સવાલો થતા ગયા અને ભગવાન તેને જવાબ આપતા ગયા, જા તેને કદાચ ભગવાને આટલા ઉત્તરો ન પણ આપ્યા હોત ! તો કદાચ આટલા સવાલો ન થયા હોત તો કદાચ ભગવાને આટલાં ઉત્તરો ન પણ આપ્યા હોત ! તો કદાચ આપણેને આવો બેનમુન ગ્રંથ પણ ન મળ્યો હોત ! 


Download Our B K News Today App



Related News