મહુધાના રૂપાપુરામાંથી જુગાર રમતાં પાંચ ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 12:46:01
  • Views : 358
  • Modified Date : 2020-09-29 12:46:01

       મહુધા તાલુકાના રૂપાપુરા સીમમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખસને મહુધા પોલીસે ઝડપી લીધાં હતા. પોલીસે જુગારીઓના કબજામાંથી રોકડ, મોબાઇલફોન સહિતની મતા કબજે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.મહુધાના રૂપાપુરા ગામે રવિવારે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે મહુધા પોલીસ સ્ટાફે રેઇડ પાડી ગંજીપો ટીચતાં ભાવસિંહ બાવસિં! સોઢાપરમાર (રહે.મીનાવાડા), પ્રકાશ જેણાભાઇ લુહાર, રૂપપુરા ગામના કોદર ધુળાભાઇ પરમાર, વિજય ચંદુભાઇ ગોહેલ, કનુ શંકરભાઇ ગોહેલને પકડી લઇ લોકઅપમાં ધકેલી દીધાં હતા. પોલીસે જુગારના સ્થળેથી રોકડ રૂ.4600 તથા રૂ.10,500ના ત્રણ મોબાઇલ ફોન, ગંજીપાના મળી કુલ રૂ.15,100નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ અંગે મહુધા પોલીસે તમામ શખસ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News