ધાનેરામાં વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા હાલત ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-21 17:41:49
  • Views : 1085
  • Modified Date : 2020-01-21 17:41:49

ધાનેરામાં વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા હાલત ગંભીર

 ધાનેરા ડી.બી.પારેખ હાઇસ્કૂલના વિદ્યાર્થીને સ્કૂલથી બહાર નીકળતાજ ડમ્પરે સાઇકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થીના પગના કુચરા બોલી ગયા હતા અને તેને ધાનેરા સારવાર આપ્યા પછી તાત્કાલિક પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસની ઢીલી નીતિના કારણે બેફામ ચાલતા વાહનો સામે લોકોએ આક્રોસ વ્યકત કર્યો હતો. જાહેરનામાનો ભંગ કરીને ચાલતા ડન્પરો સામે કાર્યવાહી કરવા માટે માંગ પણ કરી હતી.ધાનેરામાં રેલ્વે પુલનું કામ ચાલતુ હોવાથી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જેમાં ધાનેરા-ડીસા તરફના (૩.૫ મીટર કરતાં ઓછી ઉંચાઇવાળા) વાહનો તેમજ સરકારી બસ માટે ડાયવર્ઝન આપેલ રસ્તો ધાનેરા સીટીમાં થઇ રેલ્વે ઘરનાળુ-ફતેપુરા-સોતવાડા-સામરવાડા તરફ જવાનું અને આવવાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ગ ઉપર ઓવરલોડ રેતી ભરીને ડમ્પરો બજારોની વચ્ચે ચાલતા હોવાથી અવાર-નવાર અકસ્માત સર્જી રહ્યા છે જાહેરનામાનો ભંગ કરતા હોવા છતાં પોલીસ દ્વારા આવા લોકોને છાવરવામાં આવતા હોવાથી લોકોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. સોમવારે સાંજે સ્કૂલ છુટવાના સમયે ડી.બી.પારેખ હાઇસ્કૂલ છુટતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જાઇ રહ્યા હતા. ત્યારે સ્કૂલ આગળજ એક ડમ્પરે ધો-૧૦ માં ભણતા વિદ્યાર્થી અશ્વિનભાઇ અમરાભાઇ મેઘવાળ ઉ.વર્ષ-૧૫ વાળાને સાઇકલ સાથે અડફેટે લેતા વિદ્યાર્થીના પગના કુરચા નીકળી ગયા હતા અને લોકો દ્વારા તે વિદ્યાર્થીને 


Download Our B K News Today App



Related News