વરલીના અડ્ડા પર રેડ, બે પિતા-પુત્રની જોડી સહિત 8 જુગારી ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 13:56:51
  • Views : 352
  • Modified Date : 2020-03-18 13:56:51

દયાનંદ કોમ્પલેક્ષની સામે પોસ્ટ ઓફિસની દીવાલ પાછળ એક વર્ષથી ચાલતા વરલી મટકાના જુગાર પર સોમવારે સાંજના ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી બે પિતા-પુત્રની જોડી સહિત 8ને રૂ.28,430ની રોકડ અને 7 મોબાઇલ મળી રૂ.40,930ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બહુચરાજીમાં શંખલપુર રોડ પર આવેલા દયાનંદ કોમ્પલેક્ષની સામે પોસ્ટ ઓફિસની દીવાલ પાછળ ધોળેદહાડે વરલી મટકાના આંકડા લખાતા હોવાની બાતમી મળતાં રેડ કરી હતી. જેમાં બહુચરાજીના બળદેવજી ડાહ્યાજી ઠાકોર, મનસુખ બળદેવજી ઠાકોર, નટુજી સોમાજી ઠાકોર, મલય નિકુલભાઇ પંડ્યા, નિકુલભાઇ હિરાલાલ પંડ્યા, એંદલા-હરિપુરાના કુંવરજી રાજુજી ઠાકોર, ડઢાણાના ધર્મેન્દ્રસિંહ જેઠુભા ઝાલા અને સૂરજ ગામના હસમુખ નરસીભાઇ વણકરને કોર્ડન કરી વરલીનો જુગાર રમી રમાડતાં પકડી લીધા હતા. યાત્રાધામમાં વરલી મટકાનો જુગાર છેલ્લા એક વર્ષથી જાહેરમાં રમાઇ રહ્યો છે, તેમ છતાં સ્થાનિક પોલીસને નિયમિત ભરણું મળતું હોઇ આંખ આડા કાન કરાતા હતા. કહેવાય છે કે, બહુચરાજીના ઇતિહાસમાં આટલી મોટી રકમનો વરલીનો જુગાર પહેલીવાર પકડાયો છે. જોકે, પોલીસે માત્ર જુગારીઓ સામે જ ગુનો નોંધ્યો છે, પરંતુ જુગારની ચેઇન ચલાવતા તત્વોને આબાદ રીતે બચાવી લીધા છે.

Download Our B K News Today App



Related News