અમીરગઢ-ઇકબાલગઢમાં ગાજવીજ સાથે ઝાપટું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 11:13:37
  • Views : 667
  • Modified Date : 2020-07-16 11:13:37

 અમીરગઢ તેમજ ઇકબાલગઢણાં બુધવારે સાંજે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને લઇ ઇકબાલગઢની બજારોમાં રોડ પર પાણી ફરી વળ્યું હતું. જેને લઈ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જ્યારે પાંથાવાડામાં સામાન્ય વરસાદમાં પણ નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. દાંતા,દિયોદર,હડાદ પંથકમાં પણ વરસાદી ઝાપટા થયા હતા.કાંકરેજના આકોલીમાં પવનનો વંટોળ આવતા બે થાંભલા સાથે ડીપી જમીન દોસ્ત થઇ હતી.ઘણા સમયથી વરસાદ ન થતાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. ત્યારે બુધવારે સાંજે અમીરગઢ તેમજ ઇકબાલગઢમાં અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોએ ગરમીથી રાહતનો દમ લીધો હતો. ભારે વરસાદને કારણે ઇકબાલગઢની બજારોમાં રોડ પર પાણી ફરી વળ્યું હતું. જેને લઈ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. દાંતામાં પણ 1 મિમિ વરસાદ પડ્યો હતો. દિયોદરમાં બુધવારે સાંજે આકાશમાં આકસ્મિક વાદળો ઘેરાઈ છાંટા થયા હતા.ત્યારે વરસાદી માહોલ દેખાતા કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો વહેલાસર બંધ કરી ઘર ભેગા થઈ ગયા હતા. ત્યારે વીજ વિભાગ દ્વારા થોડોક સમય માટે વીજળી પર કાપ મુકવામાં આવ્યો હતો. જ્યારે હડાદમાં પણ વરસાદી ઝાપટું થયું હતું. ગરમીથી ત્રાસી ગયેલા લોકોએ રાહત મેળવી હતી. જ્યારે કાંકરેજના આકોલી ગામે બપોર બાદ જોરદાર પવન સાથે વરસાદના છાંટા આવ્યા હતા. પરંતુ પવનની ગતિ વધારે હોવાથી આકોલી ગામના ખેડૂત અને કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલના ખેતરમાં બોર પર ઉભેલી બોર માટેની લાઈટની ડીપીના થાંભલા સાથે ભોંય ભેગી થઇ ગઈ હતી અને વાયરો પણ તૂટી ગયા હતા. સદનસીબે કોઈ જાન હાની થઇ નથી.

Download Our B K News Today App



Related News