વાવેતર અને ઉત્પાદન ઘટતાં સીઝન લેટ થતાં ગાજરના ભાવ આસમાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 12:59:00
  • Views : 543
  • Modified Date : 2020-02-21 12:59:00

સતત વરસાદના કારણે ગાજર નું વાવેતર અને ઉત્પાદન ઘટતાં તેમજ સિઝન લેટ થતા માર્કેટમાં જથ્થો ઓછો આવતો હોવાથી આ વખતે જાન્યુઆરી માસમા ગાજર ના ભાવ આસમાને પહોંચ્યા છે છેલ્લાં 40 વર્ષમાં સૌથી ઊંચા ભાવ છે હાલમાં ખેડૂતોને મણના રૂ .350 થી 400 સુધીના ભાવ મળી રહ્યા છે. પાટણન શાક માર્કેટયાર્ડમા આ વખતે હજુ માત્ર 1700 બોરી ગારજ આવે છે બજારમાં ગાજરની માગ સામે વાવેતર ઉત્પાદન ઘટતા અને સિઝન લેટ પડતાં ગાજર ના ભાવ પર સીધી અસર થઇ છે દર વર્ષે જાન્યુઆરી માસમાં મણના રૂ.100 થી 125 સુધીના ભાવ રહેતા હતા તેના બદલે રૂપિયા 350 થી 400 સુધીના ભાવ મળી રહ્યા છે આ ભાવ જાન્યુઆરીમાં છેલ્લા 40 વર્ષના સૌથી ઉંચા હોવાનો વેપારીઓએ મત વ્યક્ત કર્યો હતો. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યુ હતુ કે પાટણ ઉપરાંત આસપાસના રૂની રામનગર ગોલાપુર વામૈયા રાજપુર મોડોત્રી અને હાસાંપુરા સહિતના ગામોમાં ગાજરનું 500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. જયારે પાટણ શાકમાર્કેટ વેપારી એસોસિએશનના પ્રમુખ મનોજ પટેલ અને વેપારી દશરથભાઈ પટણીએ જણાવ્યું હતું કે ગાજરની સિઝન શરૂ થઇ ગઇ છે પરંતુ દર વર્ષની સરખામણીએ જથ્થો ખૂબ ઓછો આવી રહ્યો છે વરસાદના કારણે રાજસ્થાનના જોધપુર અને પાટણમાં પણ વાવેતર ઓછું થયું હોવાથી તેમજ સિઝન લેટ થતા આ વખતે ગાજરના ભાવ ઉંચકાયા છે. રૂની ગામના ખેડૂત મુલચંદભાઈ પટેલ અને પ્રવીણજી ઠાકોરે જણાવ્યું હતું કે વાવેતર સમયે સતત વરસાદ ચાલુ રહેતા ખેડૂતો પૂરતું વાવેતર કરી શક્યા નથી બે વખત પણ વાવેતર કરવું પડ્યું હતું જેના કારણે આ વખતે ગાજર ની ખેતી ખેડૂતો માટે થોડી મોંઘી બની છે તેમજ દર વર્ષે એક વીઘામાંથી 300 થી 350 મણ ઉત્પાદન મળતું હતું આ વખતે 200 થી 250 મણ ઉત્પાદન મળે છે પરંતુ આ વખતે જાન્યુઆરી માસમાં અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News