ગાંજાનો કોમર્શિયલ જથ્થો ઝડપી પાડતી ચિલોડા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-21 17:33:16
  • Views : 458
  • Modified Date : 2020-01-21 17:33:16


ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.જે.ચૌધરી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં અસામાજીક બદી શોધી કાઢવા સુચના કરેલ. જે અન્વયે એચ.એ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડમાં હતા. તે દરમ્યાન ચિલોડા હરીઓમ હોટલ નજીક એક મારૂતી અલ્ટો ગાડી રાજસ્થાન પાર્સીંગની ઉભેલ હોય તેને ચેક કરવા સારૂ જતાં તેના ચાલક ડ્રાઈવરે તેની અલ્ટો ગાડીને હિમતનગર તરફ ભગાડતાં તેનો પીછો કરતા અલ્ટોના ચાલકે છાલા ગામ નેશનલ હાઈવે રોડ ઉપર પોતાની ગાડી રોડ સાઈડના ડીવાઈડર ઉપર ચઢાવી દીધેલ અને અંધારાનો લાભ લઈ નાસી ગયેલ. જે અલ્ટો ગાડી નંબર આરજે-ર૪-સીએ-પ૮પર માં તપાસ કરતાં તેમાંથી વનસ્પતિજન્ય ગાંજાના ૧પ પેકેટ કે જે ખુબજ વ્યવસ્થિત રીતે પેક કરેલ હાલતમાં મળી આવેલ. જેની કુલ ૩૩.૦પ૧ કિં.ગ્રા જેની કિં.રૂ.૧,૯૮,૩૦૬/ તથા ગાડીના કાગળો જેમાં આર.સી.બુક તથા વીમા પોલીસી તથા પી.યુ.સી. સર્ટીફીકેટ તથા મોબાઈલનું બીલ તપાસ અર્થે કબજે કરેલ છે. તેમજ અલ્ટો ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.ર,૯૮,૩૦૬/ - નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આગળની તપાસ પો.સબ.ઈન્સ એમ.એન. બારીયાએ હાથ ધરેલ છે. 


Download Our B K News Today App



Related News