ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે વેચાણ થતા દારૂનો આંકડો જાણી તમારી આંખો થઇ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 17:49:19
  • Views : 522
  • Modified Date : 2019-07-13 17:49:19

પીએમ મોદીની ગૃહ રાજ્ય ગુજરાતમાં બીજેપી સરકારના તમામ દાવાઓ વચ્ચે દારૂના વેચાણ પર પોકળ સાબિત થઇ રહ્યા છે. ગેરકાયદે દારૂનો કાળો કારોબાર ગુજરાતમાં કેવી રીતે ઘર કરી ગયો છે, તેની જાણકારી સરકારનાં તે આંકડાઓ પરથી જાણ શકાય છે કે, જેમા ગત 2 વર્ષોમાં રાજ્યમાં પકડવામાં આવેલ ગેરકાયદે દારૂની જાણકારી આપવામાં આવી છે. દારૂબંધી હોવા છતા ગત બે વર્ષોમાં રાજ્ય પોલીસે ગુજરાતમાં લગભગ 1.5 કરોડ બોટલો પકડી પાડી છે. બે વર્ષમાં પકડવામા આવેલ દારૂની કિંમત અઢિસો કરોડથી વધુ આંકવામાં આવે છે.ગુજરાત સરકાર તરફથી આ સંબંધમાં રાજ્ય વિધાનસભામાં એક સવાલનાં જવાબમાં આ જાણકારી આપવામાં આવી છે. એક કોંગ્રેસ ધારાસભ્યનાં સવાલનાં જવાબમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં ગત બે વર્ષમાં 1.30 કરોડ બોટલ વિદેશી દારૂ પકડવામાં આવ્યો. આ સીવાય દેશી દારૂની 15.4 લાખ અને બીયરની 17.35 લાખ બોટલોને પણ વિભિન્ન કાર્યવાહીમાં પકડવામાં આવી.રાજ્ય સરકારે સવાલોનાં જવાબમાં કહ્યું કે, દારૂનું ગેરકાયદે વેચાણમાં કુલ 1.88 લાખ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમા 3095 લોકો પર હાલમાં પણ કેસ ચાલી રહ્યા છે, આંકડાઓ અનુસાર, રાજ્યમાં ગેરકાયદે દારૂનાં વેચાણનાં સંબંધમાં 1.62 લાખ કેસ નોંધાયા.આ તમામ વસ્તુઓ સાથે વડગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં સવાલનો જવાબ આપતા સરકારે જણાવ્યું કે, ગત બે વર્ષોમાં અમદાવાદનાં શહેરી અને ગ્રામીણ ભાગોમાં 90612 લીટર દેશી દારૂ અને 1.21 લાખ બોટલો ભારતમાં બનેલ દારૂ પકડવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે, કાયદાકીય રીતે ગુજરાતમાં ખુબ જ લાંબા સમયથી દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, પરંતુ રાજ્યમાં અવારનવાર દારૂના વેચાણનાં કિસ્સાઓ સામે આવતા રહે છે.

Download Our B K News Today App



Related News