ગઢ ખાતે રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:09:31
  • Views : 504
  • Modified Date : 2019-08-26 12:09:31

બનાસકાંઠાના ગઢ ખાતે રખડતી ગાયો અને આખલાઓના ત્રાસના કારણે લોકો  મુશ્કેલી ભોગવી રહ્યા છે. અને અવારનવાર અસ્માતો ભોગ બની રહ્યા છે. સ્કૂલમાં જતા બાળકો, દુધમંડળીએ જતી મહિલાઓ, વૃધ્ધો અને આમ લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ રખડતા પશુઓના માલિકો દ્વારા પોતાના પશુઓ ખુલ્લા મુકી દઈ નિર્દોષ લોકોની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે અને લોકોને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ગામની અંદર તો ત્રાસ છે જ પરંતુ ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ઓછા વરસાદના કારણે એકબાજુ પોતાના માંડ માંડ બચાવી રહેલા પાકને પણ આ રખડતી ગાયો દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સમગ્ર ગામલોકો અને ખેડૂતોની માંગ છે કે સત્વરે આ રખડતી ગાયો અને આખલાઓને ગ્રામપંચાયત દ્વારા ડબે પુરી કાર્યવાહી કરવામાં આવે અને તેના માલિકો સામે આકરા પગલાં લઈ ખુલ્લા મુકેલા પશુઓને ખીલે બાધી સમસ્યાનો નિકાલ લાવવામાં આવે. 


Download Our B K News Today App



Related News