વાવ તાલુકાના ગામોમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 11:55:44
  • Views : 376
  • Modified Date : 2019-07-27 11:55:44

બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટ્રાચારથી બનેલી કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. વાવ તાલુકાની રાણેસર-દૈયપમાં નીકળતી માઇનોર કેનાલમાં શુક્રવારે વહેલી સવારે મસમોટું ગાબડુ
પડયુ  હતું. ગાબડુ પડવાથી હજારો લીટર પાણી ખેતરમાં જવાથી ખેડૂતના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
વાવના રાણેસરી-દૈયપ નીકળતી નર્મદા કેનાલમાં શુક્રવારે વહેલી સવારે ગાબડું
પડયાની ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તપાસ કરતા હજારો લીટર પાણી કરશનભાઇ પટેલ નામના ખેડૂતના ખેતરમાં વહી જતા તેમના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બનાસકાંઠામાં મોટાભાગની કેનાલોમાં મસમોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાથી વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોએ વાવની રાણેસર-દૈયપ કેનાલમાં ગાબડુ પડવાથી તપાસ કરતા કેનાલમાં સિમેન્ટની જગ્યાએ રેતી વધુ વપરાયેલી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News