વાવમાં જીઆરડી ભરતીમાં ગેરરીતિ મુદ્દે આવદેન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:54:17
  • Views : 574
  • Modified Date : 2020-07-23 12:54:17

 વાવ તાલુકામાં જીઆરડી ભરતીમાં ગેરરીતિ મુદ્દે બુધવારે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ વાવ તાલુકામાં જીઆરડીની ભરતી કરવામાં આવેલ તે રાજકીય લાગવગથી કરવામાં આવી છે. વાવડી ગામના એકજ સમાજના 10થી વધારે યુવાનોની રાજકીય લાગવગથી જાતિવાદ રાખી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા હતા. 2016ની ભરતીમાં વાવડી ગામના યુવાનોના નામ પેન્ડિંગ રહેલ હતા. 2020ની ભરતી કરવામાં આવેલ જે કોઇપણ જાહેર નિવિદા કે જાહેરાત કર્યા સિવાય મનસ્વી રીતે કરવામાં આવી છે. જો અમોને ન્યાય નહિ મળે તો ના છૂટકે હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેમજ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News