ગ્રીનહાઉસમાં કૂલિંગની શું વ્યવસ્થા હોય છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 15:55:34
  • Views : 411
  • Modified Date : 2020-02-10 15:55:34

ગ્રીનહાઉસમાં કૂલિંગની શું વ્યવસ્થા હોય છે?

ગ્રીનહાઉસની ફ્રેમ લોખંડ, લાકડામાંથી અથવા પીવીસી પાઈપ કે વાંસમાંથી બનાવી શકાય છે. મોટેભાગે લોખંડના ઉપયોગથી જ ગ્રીનહાઉસની ફ્રેમ બનાવવામાં આવે છે. જેના કારણે તેની આવરદા ૧૫થી ૨૦ વર્ષ જેટલી મળે છે. ઉનાળામાં ગ્રીનહાઉસની અંદરનું ઉષ્ણતામાન નીચું રાખવા માટે ઈવેપોરેટીવ કૂલિંગ(બાષ્પીભવન ઠંડક) પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં ગ્રીનહાઉસની એક બાજુની દીવાલ ઉપર નીચેના ભાગમાં ઇવેપોરેટીવ કૂલિંગ માટે ( પાણી સંગ્રહી શકે તેવા) પેડ ફિટ કરવામાં આવે છે. જે હંમેશાં પાણીથી પલળતા રાખવામાં આવે છે. કૂલિંગ પેડની સામેની દિવાલ – બાજુ ઉપર એક્ઝોસ્ટ પંખા ફિટ કરવામાં આવે છે. જેથી તેને ચાલુ કરતાં ઠંડી હવા ગ્રીનહાઉસમાં પ્રવેશે છે અને અંદરની ગરમ હવા બહાર નીકળી જાય છે. ગ્રીનહાઉસની અંદર નિયત ઉષ્ણતામાન મળતા પંખા બંધ કરી દેવાય છે. જે માટે થર્મોસ્ટેટ કંટ્રોલ ફિટ કરતા અંદરના વાતાવરણનું નિયંત્રણ આપોઆપ થઈ જાય છે. ગ્રીનહાઉસની અંદર ઉગાડાતા પાકોની સિંચાઈ, ડ્રિપ અને માઈક્રો સ્પ્રિંકલરથી સુવ્યવસ્થિત રીતે થઈ શકે છે.    



Download Our B K News Today App



Related News