હેલ્ધી રહેવા ફ્રૂટ્સ ખવાય પણ મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, નથી મળતો કોઈ ફાયદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 10:54:35
  • Views : 191
  • Modified Date : 2022-04-18 10:54:35

સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે ફળો 

વજન ઉતારવામાં પણ ઉપયોગી 

અમુક પ્રકારે ફળો ખાવાથી નથી મળતા પોષકતત્વો 

અમુક ફળોમાં એવા પોષકતત્વો મળે છે, જેથી શરીર સ્વસ્થ અને મજબૂત રહે છે. રોજ 1- 2 ફળો તો જરૂર લેવા જોઈએ. ખાસકરીને ઉનાળામાં તમારે ફળોનું સેવન વધારી દેવું જોઈએ. ફળો લેવાથી ન માત્ર ઇમ્યુનિટી મજબૂત થાય છે, પણ પેટ, પાચન, સ્કીન અને વાળ પણ હેલ્ધી બને છે. ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે. વજન ઘટાડવામાં પણ ફળો ખૂબ જ મદદ કરે છે. જે લોકો ડાયટિંગ કરે છે, તેમણે વધારેમાં વધારે ફળોનું સેવન કરવું જોઈએ. જોકે ફળોનું પૂરું પોષણ મેળવવા માટે તમારે ફળ ખાવાની સાચી રીત જાણી લેવી ખૂબ જ જરૂરી છે. અમુક લોકો ફળ લેતા પહેલા એવી ભૂલો કરે છે, જેથી ફળોનાં પોષકતત્વો શરીરને મળી શકતા નથી. 

વધારે સમય સુધી કાપીને ફળો ન લેવા 
અમુક લોકો ખાતા પહેલા જ ફળોને કાપી લે છે. ઓફિસ જવાવાળા લોકો કાપેલા ફળો ટીફીનમાં લઈને જાય છે. અમુક લોકો સવારે જ ફળ કાપીને રાખી દે છે, પરંતુ આમ કરવાથી ફળના પોષકતત્વો નષ્ટ થઇ જાય છે, જેથી તમને ફળ ખાવાનો પૂરો ફાયદો મળતો નથી. તમારે જ્યારે ફળ ખાવા હોય તે જ સમયે કાપીને ખાઓ. 

વધારે નમક નાંખીને ફળો ન ખાવા જોઈએ 
અમુક લોકો ફળ પર ઘણું કાળું નમક કે ચાટ મસાલો છાંટીને ખાય છે, જે ફળોના પોષકતત્વોને નષ્ટ કરી દે છે. જો તમે ફ્રુટ્સ સલાડ બનાવીને ખાઈ રહ્યા છો, તો પણ ફળો પર વધારે નમક ન છાંટો. આમ કરવાથી ફ્રુટ્સનો નેચરલ ટેસ્ટ પણ બગડી જાય છે અને એક્સ્ટ્રા સોડિયમ શરીરમાં પહોંચે છે. 

Download Our B K News Today App

Related News