પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ નરેન્દ્ર મોદીને વાજપેયી કરતાં અલગ ગણાવ્યાં છે અને તેમના વખાણ કર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 17:22:11
  • Views : 93
  • Modified Date : 2024-03-05 17:22:11

લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ પીએમ મોદીના વખાણ કર્યાં છે. એક ખાસ વાતચીતમાં દેવગૌડાએ કહ્યું કે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીથી અલગ છે. અટલ બિહારી વાજપેયી 180 સીટોને પાર કરી શક્યા નહોતા જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વાર 306 લોકસભા સીટો પર પહોંચ્યા અને હવે 400 સીટોને ટાર્ગેટ કરી રહ્યાં છે. 
તેમના નેતૃત્વને માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત છે. એચડી દેવગૌડાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વને દુનિયાના અન્ય દેશો પણ સ્વીકારે છે. આજે જે લોકો મોદી વિશે વાત કરી રહ્યા છે, તેમણે તેમના વિશે આવું ન બોલવું જોઈએ. તેઓ રાજકીય રીતે નકામા અને ખોટા નિવેદનો આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 300નો ટાર્ગેટ રાખ્યો છે. તેમની જીતની પણ અનેક આગાહીઓ થઈ ચૂકી છે. પીએમ મોદી દેશ અને દુનિયામાં લોકપ્રિય બની રહ્યાં છે. ત્યારે હવે પૂર્વ પીએમ દેવગૌડાને પણ તેમનું કામ પસંદ પડ્યું હતું.  

Download Our B K News Today App



Related News