મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધા એક્શન, શિવસેનામાં તમામ પદેથી દૂર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 14:13:27
  • Views : 199
  • Modified Date : 2022-07-02 14:13:27

 

શિવસેનાએ પોતાની અરજીમાં એકનાથ શિંદેને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. તો બીજી તરફ  3 જુલાઈથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર યોજાશે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે.

ઠાકરેએ શિંદેને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવ્યા
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એકનાથ શિંદે પર મોટી કાર્યવાહી કરી હતી. તેમણે શિંદેને શિવસેનાના તમામ હોદ્દા પરથી હટાવ્યા હતા. તેનું કારણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શિંદેએ આગલા દિવસે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે, ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયને શિંદેના દાવાઓ પર હુમલો ગણાવવામાં આવી રહ્યો છે, જેના દ્વારા તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના વારસા પર દાવો કરી રહ્યા છે.

ફડણવીસે ભાજપના નેતાઓ સાથે કરી મહત્વની બેઠક
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ભાજપ મહારાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને MLC સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર, ચંદ્રશેખર બાવનકુલે, આશિષ શેલાર, રાહુલ નાર્વેકર અને અન્ય નેતાઓ પણ હાજર હતા.

 

Download Our B K News Today App



Related News